BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, October 28, 2019

ચિનુ મોદી

Jidiya Sanjay ,create a blog


ચિનુ મોદી

પૂરું નામ : ચિનુ ચંદુલાલ મોદી
ઉપનામ : ઈર્શાદ’, ગરલ વિજાપુરી’, ‘બિરેન રાય’ , ‘મનીષા શાહ
જન્મ : 30 સપ્ટેમ્બર , ૧૯૩૯(વિજાપુર -મહેસાણા -ઉ.ગુજરાત)
અભ્યાસ : એમ.એ./એલ.એલ.બી. /પીએચ .ડી.
અવસાન : ૧૯ માર્ચ, ૨૦૧૭ (અમદાવાદ)
પ્રવૃતિ : અધ્યાપન ,લેખન

ચિનુ મોદીનું જીવનદર્શન:

તેઓ ગુજરાતી કવિ ,નાટ્યકાર ,નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા.
તેમનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ ચંદુલાલ અને શશિકાંતાબેનને ત્યાં વિજાપુરમાં થયો હતો.
તેમનું વતન કડી હતું . પ્રા.શિક્ષણ તેમણે વિજાપુર અને માં.શિક્ષણ ધોળકા-અમદાવાદમાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું.
૧૯૫૪ માં તેમણે મેટ્રિક ઊતીર્ણ કર્યું
૧૯૫૮માં ગુજરાત યૂનિવર્સિટીમાથી ગુજરાતી અને ઈતિહાસ વિષયો સાથે તેમણે બી.એ. કર્યું .
૧૯૬૦માં એલ.એલ.બી.અને ૧૯૬૧માં એમ.એ.ગુજરાતી અને હિન્દી વિષયો સાથે ગુજરાત યૂનિવર્સિટીમાથી પૂર્ણ કર્યું.
૧૯૬૮માં તેમણે ગુજરાત વિદ્ધ્યાપીઠમાથી પીએચ.ડી.ની પદવી મેળવી.
તેમણે આકાશવાણી અને ટી.વી .પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.તે ઉપરાંત વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.
તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના સર્જક .

વ્યવસાય /પ્રવૃતિ :

૧૯૬૧-૧૯૬૪ દરમિયાન કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન કાર્ય
૧૯૬૪ -૧૯૭૫ દરમિયાન અમદાવાદમા સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ..
૧૯૭૫ -૧૯૭૭ દરમિયાન અમદાવાદમા ઈસરો (ISRO)માં સ્ક્રીપ્ટરાઈટર તરીક
૧૯૭૭ -૨૦૧૭ દરમિયાન જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર
રે’ , ‘કૃતિ’ , ‘ઉન્મૂલન’ , ‘ઓમિસિયસ(હોટેલ પોએટ્સ ગ્રૂપ) સામયિકોના તંત્રી તરીકે




ચિનુ મોદીનું સાહિત્યસર્જન :

કાવ્યસંગ્રહો :
વાતાયન (૧૯૬૧)
ઊર્ણનાભ (૧૯૭૪)
દર્પણની ગલી(૧૯૭૫)
ક્ષણોના મહેલમાં(૧૯૭૨)
ઈર્શાદાબાદ(૧૯૭૮)
ઈર્શાદગઢ(૧૯૭૮)
 અફવા(૧૯૯૧)
ઈનાયત (૧૯૯૫)
બાહુક (૧૯૮૨)
વિનાયક (૧૯૭૮)
દેશવટો (૧૯૭૮)
શાપિત વનમાં (૧૯૭૬)
તરંગમાલા(૨૦૦૦)
શ્વેત સમુદ્રો(૨૦૦૧)
નકશાના નગર (૨૦૦૩)
હથેળી (૨૦૦૪)
આઘાપાછા શ્વાસ (૨૦૦૭)
હવાના હેવાલો (૨૦૦૯)
અ અલિફનો અ (૨૦૧૦)
નવલિકાસંગ્રહો:
ડાબી મુઠ્ઠી ,જમણી મુઠ્ઠી (૧૯૯૦)
છલાંગ

નવલકથા :

શૈલા મજૂમદાર (૧૯૬૬)
ભાવ-અભાવ (૧૯૬૯)
નીલા નાગ (૧૯૭૧)
ગાંધારીની આંખે પાટા (૧૯૭૬)
ભાવચક્ર (૧૯૭૬)
પહેલા વરસાદનો છાંટો (૧૯૮૭)
કાળો અંગ્રેજ (૧૯૯૨)
માણસ હોવાની મને ચીડ (૨૦૦૪)
પીછો (૨૦૦૪)
પડછાયાનો માણસ (૨૦૦૪)
નિદ્રાચર(૨૦૦૮)
ઊંધે માથે (૨૦૧૦)
હેંગ ઓવર (૨૦૧૦)

નાટક :

મેઈક બિલિવ (૧૯૬૮)
ડાયલનાં પંખી (૧૯૬૭)
કોલબેલ (૧૯૭૩)
હુકમ માલિક (૧૯૮૪)
રાજા મિડાસ (૧૯૮૫)
જાલકા (૧૯૮૫)
અશ્વમેધ (૧૯૮૬)
નવલશા હીરજી (૧૯૯૫)
ખલિફાનો વેશ યાની ઔરંગઝેબ (૧૯૯૩)

વિવેચન :

ખંડકાવ્ય: સ્વરૂપ અને વિકાસ (૧૯૭૦)
મારા સમકાલીન કવિઓ (૧૯૭૩)
બે દાયકા ,ચાર કવિઓ (૧૯૭૪)
એકલતાનું ઉપનિષદ (૨૦૦૯)

અનુવાદ :

વસંતવિલાસ (૧૯૫૭)

સંપાદન :

ગમી તે ગઝલ (૧૯૭૬)
ગુજરાતી પ્રતિનિધિ ગઝલો
આપણાં ખંડકાવ્યો
સુખનવર શ્રેણી
૨૦ પુસ્તિકા
ચઢો રે શિખર (ચંદ્રવદનના શ્રેષ્ઠ કાવ્યો )
પર્વત નામે પથ્થર (ગઝલ) (૨૦૦૧)
હાસ્ય :નટવર ધ નિર્દોષ (૨૦૦૯)

વિશેષ નોંધ :

(૧)ગુજરાત રાજ્ય પુરસ્કાર : ૧૯૬૮,૧૯૭૪,૧૯૭૫,૧૯૭૬,૧૯૮૭
(૨)ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર : ૧૯૮૨,૨૦૦૩,૨૦૦૪
(૩)કલાપી એવોર્ડ
(૪)ગૌરવ પુરસ્કાર : ગુજરાત સંગીત નાટક અકાદમી : ૧૯૯૯
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ : ૨૦૦૮
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ : ૨૦૧૦
અમેરિકનો સાહિત્યિક પ્રવાસ : ૨૦૧૦

એમની ગઝલોમાંથી કેટલાક શેઅરનો આસ્વાદ લઈએ:

એક લીલા ઝાડ પર તૂટી પડેલી વીજળી !
હું હજી જીવી રહ્યો છુ જો , ફરી આકાશ ચઢ

ક્યારેક કાચ સામે ,કયારેક સાચ સામે ,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી

સાત સુડાએ ટોચેલું છે પીળું પચરક ફળ
એ ફળની મે ચીરી ખાધી હવે તો આવી મળ


ખખડતું રહ્યું શહેર મધરાતના પણ,
અવાજે અવાજે વગોવાય શબ્દો .

આપણે ઈચ્છા કર્યાના પાપ સહેવાના ખુદા
હું જીવી શકતો નથી ને તું મરી શકતો નથી.

દરવખત માથુ વઢાયા બાદ ધડ લડતું રહે
મોત પણ ઈર્શાદ થી નાથી શકાતું હોય છે.

શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે?’

ગઝલ આવતી હોય ઈર્શાદ તો
ક્ષણે ક્ષણ ભલે ને વલોવાઈએ.

કાચના ઘરમાં ઊઘડેછોગ રહેવાથી મને
વેદના એવી મળી કે વાણી આમરણાંત છે.

ખાસ ઈચ્છાસર હવેલીમાં પવન આવ્યો હશે
ખેપ ખુશબોની ફરી ઈર્શાદ શું લાવ્યો હશે ?

લાખ જણ લખતા , જીવીને કેટલા લખતા ગઝલ ?
આપણી પાસે ફકત ઈર્શાદનું દ્રષ્ટાંત છે !



પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈતી ખરી ,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઈએ.

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છો તમે .

આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.

આપ ગુજરાતી કવિ અને ગઝલકાર ચિનુ મોદીનો સંપૂર્ણ પરિચયનો વિડિયો નિહાળી શકો છો.



















No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !