BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, March 13, 2020

ચંદ્રકાન્ત અમૃતલાલ ટોપીવાળા

Jidiya Sanjay ,create a blog
subscribe our you tube channel:Education Everyday


ચંદ્રકાન્ત ટોપીવાળા

  • પૂરું નામ: ચંદ્રકાંત અમૃતલાલ ટોપીવાળા
  • જન્મ    : ૭ ઑગસ્ટ ૧૯૩૬( વડોદરા)
  • અભ્યાસ : એમ.એ./ પીએચ.ડી
  • વ્યવસાય /પ્રવૃત્તિ: અધ્યાપન ,કવિ વિવેચક

ચંદ્રકાન્ત ટોપીવાળા નું જીવન દર્શન:

  • તેમનો જન્મ ૭ મી ઓગસ્ટ ૧૯૩૬ના રોજ ગુજરાતના વડોદરામાં થયો હતો.
  • ઈ.સ.૧૯૫૮માં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ અને ૧૯૬૦માં એમ.એ.ની પદવી તેમણે મેળવી
  • ઇ.સ. ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ.ડીની ઉપાધિ મેળવી.
  • ઈ.સ. ૧૯૬૧થી ૧૯૬૫ દરમિયાન તેઓ પોરબંદરની કે .એચ. માઘવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા.
  • તેઓ ઈ.સ.૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જોડાયા અને ૧૯૭૧ થી ૧૯૮૪ સુધી એ જ કોલેજમાં આચાર્ય રહ્યાં.
  • ઈ.સ.૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકે રહ્યા.

ચંદ્રકાન્ત ટોપીવાળાનું સાહિત્ય સર્જન:

કાવ્યસંગ્રહો:

મહેરામણ (૧૯૬૨)કાન્ત તારી રાણી (૧૯૭૧)પક્ષીતીર્થ (૧૯૮૮)બ્લેક ફોરેસ્ટ (૧૯૮૯)આવાગમન(૧૯૯૯)કામાખ્યા (૨૦૧૦)
વિવેચન વિષયક પુસ્તકો:
અપરિચિત અ અપરિચિત બ (૧૯૭૫, ૨૦૦૯)હદ પારના હંસ અને આલ્બેટ્રોસ (૧૯૭૫)મધ્યમાલા (૧૯૮૩)પ્રતિભાષાનું કવચ (૧૯૮૪)સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫ ,૨૦૦૮)વિવેચનનો વિભાજિત પટ (૧૯૯૦)ગ્રંથઘટન (૧૯૯૪)સુરેશ જોશી (૧૯૯૬)અનેકાયન (૧૯૯૮)દલપતરામ (૧૯૯૯)અનુઆધુનિકતાવાદ(૧૯૯૯)બહુસંવાદ (૨૦૦૧)અછાંદસ મીમાંસા (૨૦૦૬)સહવર્તી પરિવર્તી (૨૦૦૭)સાક્ષીભાષ્ય (૨૦૧૦)

નિબંધિકા:

મારો આતમરામ (૨૦૦૯)
સંપાદન વિષયક પુસ્તકો:

વનશ્રી (દેવજી રા. મોઢાના કાવ્યો નું સંપાદન )(૧૯૬૩)આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ- અન્ય સાથે (૧૯૮૬)વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮)નવલરામ( ૧૯૮૮)વિવેચક ઉમાશંકર (૧૯૮૯)ગુજરાતી ટૂંકીવાર્તા કોશ- અન્ય સાથે (૧૯૯૦)ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૨ (અર્વાચીન ,મુખ્ય સંપાદક) (૧૯૯૦)ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો -અન્ય સાથે (૧૯૯૧)
નવમા દાયકાની કવિતા -અન્ય સાથે (૧૯૯૨)અનુઆધુનિકતાવાદ- અન્ય સાથે(૧૯૯૩)તુલનાત્મક કાવ્યશાસ્ત્ર- અન્ય સાથે (૧૯૯૪)જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૪)કવિતા સંચય (૧૯૯૩,૧૯૯૫)ગુજરાતી સાહિત્યકોશ ભાગ-3( સાહિત્યિક ,પ્રકીર્ણ , મુખ્ય સંપાદક)(૧૯૯૬)ગુજરાતી આત્મકથાલેખન (૧૯૯૮)આપણી કવિતાસમૃદ્ધિ (ઉતરાર્ધ -૨૦૦૪)પવન પગથિયાં (૨૦૦૪)

અનુવાદ વિષયક પુસ્તકો:

હદ પારના હંસ અને આલ્બેટ્રોસ (૧૯૭૫)
કલ્પો કે કલ્પના મરી પરવારી છે. (બેકેટ- ૧૯૭૯)
Contemporary Gujarati Poetry -(૧૯૭૨)
ઈથાકા અને જેરુસલેમ( ૧૯૯૬)
ધ રેવન( એડગર એલેન પો-૧૯૯૯)
ઈશ્વરની યાતના (૨૦૦૪)
મૈથિલી સાહિત્યનો ઇતિહાસ( ૧૯૮૭)
દુઈની કરુણિકાઓ (રિલ્ક -૧૯૭૬)
સોનેટ્સ ટુ ઓર્ફિયસ (રિલ્ક-૧૯૭૭)

વિશેષ નોંધ:

રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૨)પ્રેમાનંદ સુવર્ણચંદ્રક (૨૦૦૫)અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર (૨૦૦૫)ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૧)ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક (૨૦૦૧)ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૧)સમન્વય ભાષા સન્માન પુરસ્કાર (૨૦૧૩)

નિયામક :
ક.લા .સ્વાધ્યાયમંદિર ,ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ:(૨૦૧૬ -૨૦૧૭)
મુખ્ય સંપાદક:
ગુજરાતી સાહિત્યકોશ- ૨
યુરોપીય દેશો નો સાંસ્કૃતિક પ્રવાસ :૧૮૮૭

અન્ય સાહિત્યકરોએ ચંદ્રકાન્તના સાહિત્ય વિષે જણાવેલા મંતવ્યો :

સતીશ વ્યાસ :
મહેરામણ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના કાવ્યસંગ્રહ 'કાન્ત તારી રાણી' માં. એમાં અનુભૂતિની વિશિષ્ટ ભાષાભિવ્યક્તિમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; તો 'પક્ષીતીર્થ' ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે...



ધીરુભાઈ ઠાકર :
ચંદ્રકાંત ટોપીવાળાએ ભાષાભિમુખ અભિગમથી કરેલા વિવેચનો ઉલ્લેખપાત્ર છે. આધુનિક કવિતા અર્થવિશેષને કારણે ભાવક-વિયોગની નહીં, પણ સાચા અર્થમાં ભાવક -સંયોગની કવિતા છે. તેના નિદર્શનરૂપે ભાવનના સર્જનશ્રમની પ્રતીતિ કરાવતા વિવિધ સ્તરનાં કાવ્યોના કૃતિનિષ્ઠ  વિવેચનો તેમણે આપ્યા છે .ભાષા અને છંદની ભાવોપકારકતા હૃદ્યતા  અને સમગ્ર રચનામાં સાર્થકતા કેવી સધાય છે તેને પૃથ્થકરણાત્મક ઢબે  ચકાસવાનો તેમનો પ્રયત્ન અવશ્ય ધ્યાનપાત્ર છે.

ચંદ્રકાન્ત ટોપીવાળાના કેટલાક કાવ્યોનો આસ્વાદ:

અંધારું :

પ્રવેશ્યું અંધારું પદતલ વીંધી સોય સરીખું
ચઢી ખાલી, થોડી ઝણ ઝણ, પછી ઘૂંટી પ્રસર્યું
નળાઓમાં આવ્યું, સીસું બની ગયું, ઘૂંટણ ચડ્યું
હવે બે જાંઘોને સજડ કરતું લોહ-ચૂડથી !

પડ્યું ઝાઝા વેગે ઉપર ચઢી આવી ઉદરમાં
ધસારે એનાથી સકલ અવકાશો ધમધમ્યા
બધા આખ્ખે આખ્ખા હલબલી ગયા પીઠમણકા
કલેજું ડૂબાડ્યું, યકૃતય ડૂબ્યું, આંતરડું યે!

ચઢ્યું છાતી આવી હૃદય કચડ્યું, ફેફસું ય તે
ગળે આવ્યું ત્યાંથી અસહ બળથી મસ્તકભર્યા-
ઊંડા પોલાણોમાં ત્વરિત અથડાયું ધડૂસથી.
ભર્યું મોં બેસ્વાદે ફટ દઈ તૂટ્યા કાનપડદા!
અને અંતે આવ્યું ઉપર ચઢી આંખે, તરત ત્યાં
કડાકો, અંધારું ઊડી ગયું કશા વીજઝાટકે!
પક્ષીતીર્થ :
ક્યારેક ખડક જ અદૃશ્ય થઇ ગયો છે.
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઇ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો
ખડક ચઢી શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો
અધવચ્ચે અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો
મંદિર જડ્યું નથી.
મંદિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.
સ્વાંગ :
મારી સામે એક વરુ છે
એક ઘેટું છે
બંને બાજુબાજુમાં ઊભેલાં છે.
ખબર નથી
એમાં ઘેટું એ ખરેખર ઘેટું છે
કે
વરુ એ ખરેખર વરુ છે.
ખબર નથી
વરુએ કદાચ ઘેટાનો સ્વાંગ ધર્યો હોય
કે ઘેટાએ કદાચ વરુનો સ્વાંગ ધર્યો હોય
ખબર નથી
હું એમની સામે છું
કે
તેઓ મારી સામે છે.
ખબર નથી
મારા સ્વાંગની એમને ખરેખર ખબર પડી ગઈ હશે ?






No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !