Jidiya Sanjay ,create a blog
મીરાંબાઈ એક મહાન કવયિત્રી
મીરાબાઈની જીવનની રૂપરેખા:
૧૪૯૮માં જન્મ; ૧૫૧૬માં લગ્ન; ૧૫૨૧માં વૈદ્યવ્ય; ૧૫૩૨માં મેવાડ ત્યાગ; ૧૫૩૬માં વૃંદાવનત્યાગ; ૧૫૪૬માં દ્વારિકાત્યાગ; ૧૫૪૬ થી૧૫૫૬ દક્ષિણ અને પૂર્વ ભારત ની યાત્રા; અજ્ઞાત વાસ; ૧૫૫૬ થી ૧૫૫૬થી ૧૫૬૩/૧૫૬૫ ઉત્તર ભારતની યાત્રા; અજ્ઞાત વાસ; ૧૫૬૩/ ૧૫૬૫માં અવસાન.
મીરાબાઈ નો જન્મ ઇ.સ.૧૪૯૮ માં થયો હતો અને તેનું અવસાન ઇ.સ.૧૫૬૫ આસપાસ થયું હોવાનું મનાય છે.
મીરાબાઈના પિતાનું નામ રત્નસિંહ હતું અને તેઓ જોધપુરના રાવ દુદાજી ના પુત્ર હતા..
મીરાબાઈની માતાનું અવસાન ઇ.સ. ૧૫૦૩માં થયું હોવાનું માનવામાં આવે છે.
મીરાબાઈનું બાળપણ દાદા દુદાજી પાસે વીત્યું હતું.
વૈષ્ણવધર્મના સંસ્કાર મીરાબાઈ પર નાનપણથી જ પડયા હતા કારણ કે પિયરમાં વૈષ્ણવ ધર્મ હતો.
મીરાંબાઈને નાની ઉંમરમાં જ પ્રભુની લગની લાગી ગઈ હતી અને તેથી પ્રભુ ભક્તિમાં જ તેઓ લીન રહેતા હતા.
મીરાબાઈ ના લગ્ન સત્તર વર્ષની વયે ઇ.સ. ૧૫૧૬માં સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહના પાટવીપુત્ર ભોજરાજ સાથે થયા હતા.
એટલે કે મીરાબાઈ રાજકુટુંબમાં જન્મી હતી અને રાજકુટુંબમાં પરણી હતી એમ કહી શકાય.
અગાઉ કહ્યું તેમ મીરાબાઈના પિયરમાં એટલે મેડતામાં વૈષ્ણવધર્મ હતો અને સાસરિયામાં એટલે કે મેવાડમાં બધા શૈવધર્મી હતા.
મીરાબાઈ ભોજરાજા ને ક્યારેય પતિ તરીકે હૃદયથી સ્વીકારી શકી નહોતી કારણ કે તેઓ નાનપણથી જ કૃષ્ણને પરમેશ્વર પતિ તરીકે માનતી હતી.
મીરાબાઈ ૨૩ વર્ષની ઉંમરે ઇ.સ. ૧૫૨૧માં તેના પતિ ભોજરાજ નું અકાળે અવસાન થતા વિધવા બની હતી.
મીરાબાઈને નાનપણમાં રામાનંદ સ્વામીના શિષ્ય રૈદાસ એ કૃષ્ણની મૂર્તિ આપી હતી જેને મીરાંબાઈએ જિંદગીભર પોતાનો પતિ માન્યો હતો આ રૈદાસ એટલે કે રોહીદાસ મીરાંબાઈના ગુરુ હતા એમ જણાઈ આવે છે.
ઈ.સ ૧૫૩૨ માં સાસરા નો ત્યાગ કરી પિયર મેડતા આવીને તેઓ રહ્યા.
પરંતુ એક જ વર્ષમાં તેઓ એ મેડતાને પણ ત્યજી દીધું અને કૃષ્ણ ભક્તિના કેન્દ્ર એવા વૃંદાવનની યાત્રાએ ઉત્તર ભારત તરફ તેમણે પ્રયાણ કર્યું હતું.
વૃંદાવનમાં ગુરુ પાસેથી ભક્તિ વિશે વધુ પ્રકાશ પડે તે માટે મીરાબાઈ જીવા ગોસાઈ ને મળવા ગયા હતા.
આજ લગી તો હું એમ જાણ તી જે વ્રજમાં કૃષ્ણ પુરુષને છે એક
વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.
લગભગ ૧૫૩૭ ના અરસામાં તેઓ ગુજરાતમાં દ્વારિકામાં આવીને વસ્યા હતા અને તેઓ ૧૫૪૬ સુધી દ્વારકામાં રહ્યા હતા.
ત્યારબાદ લગભગ એક દસકા જેટલો સમય દક્ષિણ ભારતની યાત્રામાં અને બીજો એક દસકા જેટલો સમય પૂર્વ ભારતના તીર્થધામોની યાત્રા અને સંતોની મુલાકાતમાં ગાળ્યો હતો એમ માનવામાં આવે છે.
૧૮૬૨માં મીરાબાઈ અને અકબર સમ્રાટ અકબરની મુલાકાત થાય છે એનું પ્રમાણ પણ મળે છે ત્યાર બાદ બે-ત્રણ વર્ષ મેરા હયાત હોઈ શકે તો આશરે ૧૯૬૨થી 565 ના અરસામાં તેમનું અવસાન કલ્પી શકાય.
૧૫૬૨માં મીરાબાઈ અને સમ્રાટ અકબરની મુલાકાત થાય છે અનું પ્રમાણ મળે છે.
ત્યારબાદ બે ત્રણ વર્ષ મીરા હયાત હોય તો આશરે ૧૫૬૨ થી ૧૫૬૫ ના અરસામાં તેમનું અવસાન કલ્પી શકાય.
મીરાબાઈ નું કાવ્ય સર્જનમીરાબાઈના કાવ્યસર્જનને સ્પષ્ટપણે બે વિભાગમાં વહેચી શકાય :
(૧) દીર્ઘ કથનાત્મક રચનાઓ અને (૨)પદકવિતા.
(૧)નરસિંહ રો માહેરો: કુંવરબાઇના મામેરાનો પ્રસંગ
(૨) સત્યભામાજીનો રૂસણો અથવા સતભામાનું રૂસણું
પદ કવિતા
(૧)અબ નહીં માનું રાણા થોરી મૈં વર પાયો ગિરધારી.
(૨) હે રી મૈં તો પ્રેમદિવાની મેરા દરદ ન જાને કોય.
(૩) જો તુમ તોડો પિયા મૈં નાહિ તોડું રે...
(૪) મ્હારે જન્મ-મરણરા સાથી થાને વિસરું નહીં દિન રાતિ.
(૫) બંસીવાલા આજયો મોરા દેશ.
(૬) અબ મૈં શરણ તિહારી જી મોહી રાખો કૃપાનિધાન.
(૭) બસો મોરે નૈનનમેં નંદલાલ.
(૮) હરિ તુમ હરો જનકી ભીર.
(૯) મુખડાની માયા લાગી રે.
(૧૦) અખંડ વરને વરી સાહેલી હું તો...
(૧૧) મુંને લ્હે લાગી રે હરિના નામની રે.
(૧૨) ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડા રાણા....
(૧૩)હા રે કોઈ માધવ લ્યો ,માધવ લ્યો.
(૧૪) કાનુડો ન જાણે મારી પીડ.
(૧૫) પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.
(૧૬) નંદલાલ નહિ રે આવું ને ઘેર કામ છે.
(૧૭) દવ લાગ્યો ડુંગરિયે કા ના કેમ કરિયે.
(૧૮) રામ રમકડું જડિયું.
(૧૯) વાગે છે રે વાગે છે વૃંદાવન માં...
(૨૦) પગ ઘુંઘરુ બાંધ મીરા નાચી રે....
(૨૧) મને ચાકર રાખો જી...
(૨૨) મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઇ.
(૨૩) મારું મનડું વિંધાણું રાણા..
(૨૪) બાઈ મૈંને ગોવિંદ લીનો મોલ.
(૨૫) રાણાજી હું તો ગિરિધરને મન ભાવી.
(૨૬) ગોવિંદો પ્રાણ અમારો..
(૨૭) બોલ મા ,બોલ મા....(૨૮) જૂનું તો થયું રે દેવળ...
નરસિંહ અને મીરાંની ઊર્મિ કવિતાને કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ત્રીજા નેત્રની પ્રસાદી એવો શબ્દપ્રયોગ કર્યો છે.
હતો નરસિંહ ,હતી મીરા ;ખરા ઈલ્મી, ખરા શૂરા. કવિ કલાપી
નિરંજન ભગતે મીરાબાઈના પદોને ભક્તિરસની કવિતાનો ફુવારો કહ્યું છે.
મીરાબાઈનું વખણાતું સાહિત્ય પદ છે.
મીરાંબાઈને જનમ જનમની દાસી એવું નામ મળ્યું છે.
મીરાબાઈને બે દિયર હતા રતનસિંહ અને વિક્રમાદિત
મીરાંબાઈ વિષે વધુ જાણો :Click Here
...................................................................................................................................................................
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !