BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, May 2, 2020

GUJARATI VYAKARAN

Jidiya Sanjay ,create a blog

શબ્દસમૂહ માટે એક એક શબ્દ 


  • પ્રયત્ન કર્યા વિના :અનાયાસ
  • મટકું પણ માર્યા વિના :અનિમેષ
  • આયુષ્યરૂપી દોરી :જીવાદોરી
  • ત્રણ જાતના પાન (આસોપાલવ આંબો નાળિયેર )નું તોરણ :તરિયાતોરણ
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી :સૌભાગ્યવતી
  • ગાયોનું  ટોળુ :ધણ
  • તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય :શિષ્યવૃત્તિ
  • ઘઉં,જવ ઇત્યાદિ ધાન્યના ડૂંડા: ઉંબીઓ
  • સુંદર અને ગુણિયલ સ્ત્રી :પદ્મિની
  • અમલદારને છૂપી રીતે અપાતી રકમ: લાંચ
  • તાલુકાનું વસુલાત સંબંધી કામ કરનાર અમલદાર :મામલતદાર
  • જીવનને ઉપયોગી ભાથુ :જીવનપાથેય
  • ચરણ રૂપી કમળ :ચરણકમળ
  • ગિરી ધારણ કરનાર :ગિરિધર
  • દેવ કે સંતના પગ ધોવામાં વપરાયેલું પાણી: ચરણામૃત
  • શક્તિ મુજબ :યથાશક્તિ
  • કોઈની સ્મૃતિમાં રચવામાં આવતું બાવલુ :સ્મારક
  • રખડતું ,છુટુ ફરતું ,અંકુશ વગરનું :હરાયું
  • માટીના કઠણ ટુકડા :ઢેફાં
  • પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો  મારવો  તે :શેલારો
  • ઊંડા પાણીવાળી જગ્યા: ઘૂનો
  • શેરડીના સાંઠાનો નાનો ટુકડો :કાતળી
  • રસ વગરની :રસહીન
  • દયા વગરનો :નિર્દય
  • મૂંગા કે ચૂપ થઈ જવું તે :અવાચક
  • વિરામ લીધા વિના :અવિરત
  • બૂટ તૈયાર કરવાનું તેના માપનું અને તેના આકારનું લાકડાનું સાધન  :ઓઠું
  • ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ: પ્રમેય
  • જલ્દી ઉકેલી ન શકાય તેવી :જટિલ
  • બૂટની અંદર નાખવામાં આવતું નરમ છુટું પડ  :સગથળી
  • આવેશ કે ગુસ્સાથી બાવરુ બનેલ: ધૂંવાપૂંવા
  • કોઈક માગણી અંગેની ચીઠ્ઠી :જાસાચિઠ્ઠી
  • સહી ન શકાય એવું :અસહ્ય
  • ધનુષ્ય જેવા વળાંકવાળી રચના :કમાન
  • છાપરાના છેડા ઉપરનાં નળિયાં જેમાંથી પાણી બહાર પડે છે તે :નેવું
  • પવનથી ઊડેલા વરસાદના છાંટા :વાછંટ
  • પાપના નિવારણ માટેનું તપ :પ્રાયશ્ચિત
  • ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો :સલૂન
  • વહાણ હાંકનાર :માલમ
  • પક્ષીનો આભાસ થાય તેવું બનાવટી પક્ષી :ભાસપક્ષી
  • હથિયારો રાખવાનું સ્થાન  :અસ્ત્રશાળા
  • કામકાજમાં જોડાઈ પાવરધા થવું :પલોટાવું
  • યજ્ઞનાં લાકડાં :સમિધ
  • યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય :હવિ
  • મુસાફરી કે યાત્રાનો પડાવ :મંજિલ
  • મડદાની ચિતા :ચેહ
  • ઘર ઘર વ્યવહાર સાચવનારી :ઘરરખુ
  • ઘરની રાણી :ગૃહિણી
  • જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ ,વ્યક્તિ કે સ્થળ :જીવનસ્રોત
  • જીવનનો મહત્વનો સિદ્ધાંત :જીવનસૂત્ર
  • બીજા ગ્રહનું નિવાસી :પરગ્રહી
  • એક ભાષાનો મતલબ બીજી ભાષામાં કહેનારા, બે ભાષાઓનો જાણકાર :દુભાષિયો
  • જેમાંથી ચોખા નીકળે છે તે ધાન્ય :ડાંગર
  • સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે તળાવનો ભાગ :પનઘટ
  • લાલ રેખાવાળા કુમળાં પાન :ટશર


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !