BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, May 8, 2020

હેમચંદ્રાચાર્ય વ્યક્તિ વિશેષ ||Acharya Hemchandrasoori ||

Jidiya Sanjay ,create a blog

આચાર્ય હેમચન્દ્ર


  • ભારતીય ચિંતન,સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં હેમચંદ્રાચાર્ય નું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
  • તેમણે લખેલા કાવ્યાનુશાસન ગ્રંથે તેમને ઉચ્ચકોટિના કાવ્યશાસ્ત્રના રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યા.
  • તેમનો જન્મ અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલા ધંધુકામાં થયો હતો.
  • તેમના પિતાનું નામ ચાચીંગ અને માતાનું નામ  પાહીણી દેવી હતું.
  • આચાર્ય હેમચંદ્રનું જન્મનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું.
  • માત્ર પાંચ  વર્ષની ઉંમરે વિક્રમ સંવત ૧૧૫૪ ના રોજ તેમણે દીક્ષા લીધી અને ત્યારે તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું.
  • સોમચંદ્ર નું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચંદ્રમા જેવું સુંદર હતું અને આથી જ તેઓ હેમચંદ્ર તરીકે ઓળખાયા.
  • આચાર્ય દેવચંદ્ર સૂરિ તેમના દીક્ષા ગુરુ શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા.
  • આચાર્ય હેમચંદ્રાચાર્ય નું સમાધિ સ્થળ શેત્રુંજય પહાડ ઉપર છે
  • પ્રભાવકચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો અને છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.
  • આચાર્ય હેમચંદ્રને પશ્ચિમી વિદ્વાનો આદરપૂર્વક જ્ઞાન સાગર ocean of knowledge કહે છે.
  • હેમચંદ્રના જન્મ પહેલાં માતા પાહીણીને એક સ્વપન આવ્યું હતું. સાધુ દેવચંદ્રએ એ સ્વપ્નનું વિશ્લેષણ કરી કહેલું કે આ પુત્રરત્ન જૈન સિદ્ધાંતનો સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે.
  • આચાર્ય હેમચંદ્રનું કહેવું હતુ સ્વતંત્ર આત્માને આશ્રીત જ્ઞાન જ પ્રત્યક્ષ છ
  • હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથને ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ ગણવામાં આવે છે.
  • સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથને શ્રીકર નામના હાથીની પીઠ પર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે પગપાળા ચાલતા હતા.
  • આચાર્ય હેમચંદ્રાચાર્યે લખેલા 'દેશીનામ માળા' ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યપ્રકારોના મૂળ રહેલા જોવા મળે છે.
  • તેમણે રચેલા 'દ્રયાશ્રય'નામના ગ્રંથમાં સોલંકી વંશના રાજાઓના ઇતિહાસનું વર્ણન છે અને આ ગ્રંથને કારણે જ રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને 'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું હતું.
  • હેમચંદ્રાચાર્યે બધા જ ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર ગણાતા નથી.
  • તેમણે સિધ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણગ્રંથ 'સિદ્ધહેમ શબ્દાનુશાસન' ની રચના કરી હતી.
  • હેમચંદ્રાચાર્ય હેમયુગ કે રાસ યુગના છે.
  • માત્ર પાંચ વર્ષની વયે જૈનાચાર્ય દેવચંદ્રસૂરિ એ તેમને દીક્ષા આપી હતી ;દીક્ષા સમયે તેમનું નામ સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું હતું.
  • વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રાચાર્યને 'લુતા' નામનો રોગ થયો હતો.
  • તે વખતે તેમણે અષ્ટાંગ યોગાભ્યાસ કરી આ રોગનો નાશ કર્યો હતો.
  • હેમચંદ્રાચાર્ય નું સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત પર આવેલું છે.આ શેત્રુંજય પર્વત ભાવનગરના પાલીતાણામાં આવેલ છે.
  • કુમારપાળને ધર્મઉપદેશ આપી દશમદ્વારથી આચાર્ય હેમચંદ્રે પ્રાણ ત્યાગ કર્યો હતો.
  •  'પ્રભાવકચરિત' મુજબ કુમારપાળ રાજાથી હેમચંદ્રાચાર્યનો વિયોગ સહન ન થયો અને માત્ર છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.
  • હેમચંદ્રાચાર્યની મહત્વની રચનાઓમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાન ચિંતામણી, દ્રયાશ્રય ,છંદાનુશાસન,કાવ્યાનુશાસન, પ્રમાણમીમાંસાનો સમાવેશ થાય છે.
  • સિદ્ધહેમ શબ્દાનુશાસન એ આઠ અધ્યાયમાં લખાયેલી સંસ્કૃત અને  અપભ્રંશ ભાષાનું વ્યાકરણ આપતી તેમની મહત્ત્વની કૃતિ છે.
  • સિદ્ધહેમ શબ્દાનુશાસન એ કૃતિનું શીર્ષક તેના કર્તા હેમચંદ્ર અને આશ્રયદાતા સિદ્ધરાજ જયસિંહ ઉભયને અમર કરી જાય છે. તે બાબત પણ અહીં નોંધવી જોઇએ.
  • સિધ્ધરાજ જયસિંહની વિનંતીથી જ આચાર્ય હેમચંદ્રે પ્રસ્તુત કૃતિની રચના કરી હતી અને તેને વિદ્યાપ્રિય સિદ્ધરાજ અને પોતાનું સંયુક્ત નામ આપ્યું હતું.
  • હેમચંદ્રાચાર્ય  મૂળ ધંધુકાના વતની હતા અને પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
  • 'સિદ્ધહેમ શબ્દાનુશાસન' ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણનો ગ્રંથ છે.
  • હેમચંદ્રાચાર્યના સમકાલીન રાજવીઓમાં સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાળનો સમાવેશ થાય છે.
  • તેમને મળેલા વિવિધ ઉપનામોમાં સોમચંદ્ર, હેમચંદ્ર, કલિકાલસર્વજ્ઞ, ગુજરાતના ભોજ, સમર્થ સર્જક, પ્રકાંડ પંડિત,ગુજરાતના વિદ્યાચાર્ય,જ્ઞાન સાગર વગેરેનો સમાવેશ થાય છે.
  • તેમની સૌથી વધુ વખણાતી સાહિત્યકૃતિ સિદ્ધહેમ શબ્દાનુશાસન છે.
આચાર્ય હેમચન્દ્ર વિષે વધુ જાણો :Click Here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !