BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, August 26, 2020

ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 8 શરીરનું હલનચલન || Standard 6th Science Chapter 8 Body Movements ||

Jidiya Sanjay ,create a blog

||ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 8 શરીરનું હલનચલન||

|| Standard 6th Science Chapter 8 Body Movements ||

પ્રકરણ 8 : શરીરનું હલનચલન
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી

8.1 માનવ શરીર અને તેમનું હલન ચલન
* આપણા શરીરમાં હલન ચલન ની ક્રિયા કરવા માટે ઉપયોગી અસ્થી અને કાસ્થી આવેલા છે.
- અસ્થીઓ સખત હોય છે. વળી શકતા નથી
- કાસ્થી હાડકા જેટલા સખત નથી. તે નરમ અને સ્થિતિ સ્થાપક હોય છે.નાક તેમજ કાનની બુટનો ઉપરનો ભાગ કાસ્થીનો બનેલો હોય છે. આ ઉપરાંત સાંધા પાસે હાડકા પણ કાસ્થીના બનેલા હોય છે.
- જે જગ્યાએ બે કે વધુ હાડકા મળે છે ત્યાં સાંધા આવેલા છે. સાંધા દ્વારા આપણે આપણા શરીરને વાળી શકીએ છીએ.
- સાંધા શરીરના હલન ચલન માટે ખુબજ અગત્યના છે. સાંધાના કાર્યના આધારે તેના અલગ અલગ પ્રકાર પડે છે.


* ખલ દસ્તા સંધો*
જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ભાગ બીજા હાડકામાં ગોઠવાયેલો હોય .જેનાથી સાંધો આગળ બધી જ દિશામાં હલન ચલન કરી શકે. આવો સાંધો ખલ દસ્તા સાંધો કહે છે. ખભા ના બંને સાંધા ખલ દસ્તા સાંધા છે.
*  ઉખળી સાંધો*
ડોક અને શીર્ષ ને જોડતો સાંધો છે. તેના દ્વારા શીર્ષ ને આગળ પાછળ ફેરવી શકાય છે તથા ડાબે જમણે ફેરવી શકાય છે. શિર્ષને સંપૂર્ણ ગોળ ફેરવી શકાય નહિ. આ સાંધાને ખીલા જેવો સાંધો પણ કહે છે
*મિજાગરા સાંધો*
બારણાં ના મિજાગરા જેવા સાંધા હોવાથી તેને મિજાગરા સાંધો કહે છે.
દાંત. કોણી નો સાંધો તથા ઘૂંટણ નો સાંધો.
આવા સાંધાની મદદથી એકબાજુ વાળી શકાય છે.
* અચલ સાંધો*
જે સાંધામાં હલન ચલન થતું નથી તે સાંધાને અચલ સાંધા કહેવાય.દા.ત. ખોપરીના અસ્થીઓ વચ્ચેનો સાંધો.
* કંકાલ*
- શરીરના બધા હાડકા મળી એક માળખું રચે છે આ માળખાને કંકાલ કહે છે.
- કંકાલ મા હાડકા ,કાસ્થી અને સાંધાનો સમાવેશ થાય છે.
- શરીરમાં આવેલ હાડકા નો ખ્યાલ  x ray ચિત્ર દ્વારા મળે છે.
- કંકાલ નું કાર્ય : તે શરીરનો આકાર જાળવે છે. તે શરીરની અંદર આવેલા નાજુક અવયવો નું રક્ષણ કરે.તે શરીરના હલન ચલન કરવામાં મદદ કરે.
- *કંકાલ  ના હાડકા*
- *પાંસળી* : પાંસળી પિંજર, છાતીનું 1 હાડકું અને 12 જોડ પાંસળીઓ મળીને કુલ 25 હાડકાનું બનેલું છે. પાંસળીઓ આગળના ભાગમાં છાતીના હાડકા સાથે અને પાછળના ભાગમાં કરોડના હાડકા સાથે જોડાયેલી હોય છે.


- *કરોડ સ્તંભ*
- કરોડમાં કુલ 33 હાડકા આવેલા છે. આ હાડકા એકબીજા પર ગોઠવાઈને કરોડ સ્તંભ બનાવે છે. તેમાં નાના હાડકાઓ વચ્ચે કુર્ચા ઓ આવેલી છે.તે કરોડ રજ્જુનું રક્ષણ કરે છે.S આકારની ગોઠવણી ધરાવે છે. આની મદદથી શરીરને આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ વાળી શકાય છે. 
-
- * ખોપરી* : ખોપરીના હાડકામાં માથાના 8 અને ચહેરાના 14 એમ મળીને કુલ 22 હાડકા આવેલા છે. ખોપરીના હાડકા અચલ સાંધા બનાવે છે. ખોપરી નું મહત્વનું કાર્ય મગજ નું રક્ષણ કરે છે. ચહેરાના 14 હાડકામાં નીચલા જડબા સિવાય બધા જ હાડકા અચલ સાંધા ધરાવે છે.
- ચહેરાના હાડકામાં આંખ, નાક અને કાન માટે પોલાણો આવેલા છે. જેમાં તે રક્ષાયેલ છે.
- **સ્કાંધાસ્થી અને નીતમ્બાસ્થી
- - ખભાના આગળના બે ઉપસેલા હાડકા સ્કિંધસ્થી કહેવાય છે.
- નિતંબના ભાગે આવેલા હાડકાના સમૂહ ને નીતંબાસ્થી કહેવાય છે.
- *કોમલાસ્થી**
- કાસ્થિ ને કોમાલાસ્થી પણ કહેવાય છે. કાન તથા નાક અને સાંધા પાસે આવેલા છે.
- *સ્નાયુઓનું સંકોચન અને વિકોચન*
- સ્નાયુઓના સંકોચનના કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. દોડતી વખતે આવું જોવા મળે છે.
- સંકોચન વખતે સ્નાયુ નાના કઠણ અને જાડા થાય છે.
- અસ્થીને ગતી કરાવવામાં ઉપયોગી.
-
8.2 પ્રાણીઓની ચાલ
- અળસિયું**:  અળસિયા ના શરીર માં હાડકા હોતા નથી, તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેના શરીર ને વધવા ઘટવા ઉપયોગી છે.અળસિયા નું શરીર અનેક વલયો જોડાવાથી બને છે.અળસિયું તેના પશ્વ ભાગને જમીન સાથે જકડી રાખે છે ત્યારે આગળના  ભાગને   ફેલાવે છે. અને પછી અગ્રભાગને જમીન સાથે જકડી રાખી પશ્ચ ભાગને આગળ તરફ ખેંચે છે. અળસિયું આ ક્રિયા વારંવાર કરી માટી મા આગળ ખસે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ તેને ચાલવામાં ઉપયોગી છે.
- તેના શરીર પર વજ્ર કેશ આવેલા છે જે સ્નાયુ સાથે જોડાયેલ હોય છે અને ભૂમિને જકડી રાખવા મા મદદ કરે છે. અળસિયું તેના રસ્તામાં આવતી માટીને ખાય છે. આપચિત ખોરાક બહાર કાઢે છે. જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.આમ અળસિયું જમીનને ફળદ્રુપ બનાવે છે.
* ગોકળ ગાય*
પેટ પર ગોળ રચના છે તેને કવચ કહે છે તે તેનો બાહ્ય કંકાલ છે તે હાડકાનું નથી બનેલું.  કવચના છિદ્રમાથી એક જાડી સંરચના અને શીર્ષ નીકળે છે. આ જાડી સંરચના તેના પગ છે. તે મજબૂત સનાયના બનેલા છે અને ચાલવામાં ઉપયોગી છે. ગોકળગાયની ગતી ખૂબ જ ધીમી છે


* વંદો*
વંદા જમીન પર ચાલે છે ,,દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે ,તેમાં ત્રણ જોડ પગ હોય છે જે તેને ચાલવામાં મદદ કરે છે. તેનું શરીર કઠાણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ સાંધા દ્વારા બનેલ છે જેના કારણે  ગતી શક્ય બને છે. તેમાં પૃષ્ઠ સ્નાયુ ઓ છે જે તેની પાંખોને ઉડવામાં મદદ કરે છે.
*પક્ષી*
પક્ષીઓના હાડકા હલકા અને છીદ્રીષ્ઠ હોય છે. વાતાશયો આવેલા છે તથા શરીર પર પીછા ધરાવે છે. 
તેના અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતર પામેલા હોય છે. જે હવામાં ઉડવામાં ઉપયોગી છે.
શરીરનો આકાર ધારા રેખીય છે. જે હવાનો અવરોધ ઓછો કરે છે. 
છાતીના અસ્થિઓ સ્નાયુને પાંખો ને ઉપર  નીચે ગતી કરાવે છે.
* માછલી*
માછલીનો આકાર ધરારેખીય છે. જેને લીધે પાણી સરળતા થી સરકી જાય છે.
તેના આગળના ઉપાંગો મીનપક્ષ મા ફેરવાયેલા છે. જે  તરવા માટે મદદ કરે છે.
પુછડી આવેલી છે તે દિશા બદલવા તથા સંતુલન જાળવવા ઉપયોગી છે.
ઝાલર આવેલી છે જે શ્વસન માટે ઉપયોગી છે.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



2.સ્વાધ્યાય

1.  ખાલી જગ્યા પૂરો
1. અસ્થિઓ ના સાંધા શરીરને …… માં મદદ કરે છે.
હલન ચલન
2. અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું…… બનાવે છે.
કંકાલ
3. કોણી ના હાડકા ……. સાંધા વડે જોડાયેલ હોય છે.
મિજાગરા
4. ગતી કરતી વખતે ……. ના સંકોચન થી હાડકા ખેંચાય છે.
સ્નાયુ


2. ખરા – ખોટા લખો.
1. બધા પ્રાણીઓની ગતી અને ચાલ એકસમાન હોય છે. ×
2. કાસ્થીએ અસ્થીની સાપેક્ષમાં કઠણ હોય છે. ×
3. આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી. ×
4. અગ્ર બાહુમાં બે હાડકા હોય છે. ✓
5. વંદા મા બાહ્ય કંકાલ જોવા મળે છે. ✓
3. જોડકા
1. ઉપલું જડબું – એક અચલ સાંધો છે.
2. માછલી – તેનું શરીર ધારારેખીય હોય છે.
3. પાંસળીઓ – હૃદયનું રક્ષણ કરે છે.
4. ગોકળ ગાય – અત્યંત ધીમી ગતિએ ચાલે છે.
5. વંદો – હવામાં ઉડી શકે, શરીર પર પાંખો હોય છે.
4. ખલદસ્તા સાંધો એટલે શું?
- જે સાંધામાં એક હાડકા નો ગોળ દડા જેવો ભાગ બીજા હાડકામાં ગોઠવાય ગયેલ હોય તેવા સાંધાને ખલદસ્તા સાંધો કહે છે. દા.ત. ખભાના આગળના બંને હાડકાના જોડાણમાં 
5. ખોપરી નું ક્યું હાડકું હલન ચલન કરે છે?
- નીચલા જડબાનું હાડકું
6. આપણી કોણી પાછળ તરફ કેમ વળતી નથી.
- મિજાગરા સાંધાને કારણે. મિજાગરા સાંધા દ્વારા એક બાજુ જ વળે છે.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





3.મહત્ત્વના પ્રશ્નો

: આપણા શરીરને વાળવા માટે કયો ભાગ ઉપયોગી છે?
સાંધો
કયા સાંધા દ્વારા બધી બાજુ હલનચલન કરી શકાય છે?
ખલ - દસ્તા સાંધો
છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
25
આપણા શરીરમાં કેટલી જોડ પાસ થયો હોય છે?
12 જોડ
હાડકા વગરના બે પ્રાણીઓ જણાવો.
ગોકળગાય, સાપ
સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય આ ક્રિયાને શું કહે છે?
પ્રચલન
ધારા રેખિય આકાર કોને છે?
મધ્ય ભાગેથી પહોળો અને બંને છેડેથી સાંકડો
સાંધા શેના બનેલા હોય છે?
કાસ્થી
ચારે બાજુ વર્તુળાકારે હલી શકે તેવા સાંધાને ...... કહેવાય છે.
ખલ દસ્તા સાંધો


 ખલ દસ્તા સાંધો શરીરમાં ક્યાં આવેલો છે?
ખભાના આગળના ભાગે, નિતંબ ના આગળના ભાગે
જે સાંધો માત્ર એક જ દિશામાં હલન-ચલન કરી શકે તે સાંધા ને ક્યો સાંધો કહેવાય?
મિજાગરા સાંધો.
મિજાગરા સાંધો આપણા શરીરમાં ક્યાં આવેલો છે?
કોણીએ અને ઢીંચણ નો સાંધો
ક્યા પ્રાણીના શરીરમાં વલયો જોવા મળે છે?
અળસિયા
કયો પ્રાણી શરીરના વિસ્તરણ અને સંકોચન દ્વારા પ્રચલન કરે છે?
અળસિયું
કરોડરજ્જુના હાડકા ક્યા આકારે ગોઠવાયેલા હોય છે?
S
કરોડરજ્જુનું રક્ષણ કોણ રક્ષણ કરે છે?
કરોડસ્તંભ
ગોકળગાય તેના શરીરનું રક્ષણ કેવી રીતે કરે છે?
કવચ ધરાવે છે.
ગોકળગાય કેવી રીતે ગતી કરે છે?
તરંગિત ( સ્નાયુઓ ના ચંકોચન અને વિસ્તરણ )
ખોપરીમાં કુલ કેટલા હાડકા આવેલા છે?
22


ઉખળી સાંધો ક્યાં આવેલો છે?
ગરદન અને શિર્ષનું જોડાણ આ સાંધા વડે
આગળ- પાછળ અને ડાબી - જમણી બાજુ વળી શકે તેવો સાંધો ક્યો છે?
ઉખળી
પાંસળીનું કાર્ય શું છે?
હૃદય અને ફેફસાં નું રક્ષણ કરવાનું
: શરીરને ટટ્ટાર રાખવામાં મદદ કોણ કરે છે?
કરોડસ્તંભ
માછલી ને દિશા બદલવા   કયું અંગ ઉપયોગી છે?
પુછડી
મીનપક્ષનું કાર્ય શું છે?
પાણીમાં સમતુલન જાળવવા
હાડકા જેવા લાગતા પણ સખત ન હોય તેવી રચના શું કહેવાય ?
કાસ્થી
પાણીમાં ક્યાં પક્ષીઓ તરી શકે છે?
હંસ, બત્તક
ચલ સાંધા એટલે શું?
જે સાંધામાં હલન ચલન થઈ શકે તે સાંધા ચલ કહેવાય છે.
અચલ સાંધા કોણે કહે છે?
જે સાંધા હલન ચલન ન કરી શકે તેવા સાંધા અચલ સાંધા કહેવાય.
આપણા શરીરમાં હાડકાઓ શેના દ્વારા જોડાયેલા છે?
સાંધા


અચલ સાંધા ક્યાં આવેલા છે?
ખપરીમાં
હાથની આંગળીમાં ક્યો સાંધો છે?
મિજાગરા
ખભા આગળના ઉપલા અસ્થિને શું કહેવાય છે?
સ્કંધાસ્થી
માછલીને પાણીમાં તરવા કોણ મદદ કરે છે?
પુછડી, મિનપક્ષ
: આપણે કોણી પાછળ તરફ કેમ વાળી શકતા નથી?
મિજાગરા સાંધો આવેલો છે. જે માત્ર એક જ દિશામાં વળી શકે છે.
આપણા શરીર ના ક્યાં અંગમાં માત્ર કાસ્થી આવેલા હોય છે?
નાક
નિતંબના ભાગે આવેલા અસ્થી ને શું કહે છે?
નિતંબાસ્થી ( શ્રેણી અસ્થી)
[ પક્ષીઓના હાડકા કેવા હોય છે?
છિદ્રીસ્ઠ
પક્ષીઓમાં કેટલા વાતાશાયો આવેલા છે?
નવ
પક્ષીઓને ઉડવામાં અવરોધ  શેના કારણે ઓછો નડે છે?
ધારારેખિય આકાર


પગ ન હોવા છતાં અળસિયું જમીન પર કેવી રીતે ચાલી શકે?
વજ્રકેશ આવેલા છે. જે જમીન સાથે પકડ મજબૂત બનાવે છે. અને શરીરનું વિસ્તરણ તથા સંકોચન કરી તે ચાલી શકે છે.
કરોડરજ્જુ મા કેટલા હાડકા આવેલા છે?
૩૩
બાહ્ય કણ ........ નો બનેલો હોય છે?
કાસ્થી
ખોપરીમાં આવેલું કયું હાડકું હલી શકે છે?
નીચલા જડબાનું હાડકું
સાપ...... રેખામાં ગતી કરી શકતો નથી.
સીધી ( તેના સ્નાયુઓ દ્વારા વલયો બનાવી ગતી કરે છે)
શેમાં તેના અગ્ર ઉપાંગોનું  પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે?
પક્ષી
વંદાને કેટલી જોડ પગ હોય છે?
ત્રણ
ગોકળ ગાયનું કવચ શેનું બનેલું હોય છે?
કેલ્શિયમ કાર્બોનેટ
જોડકા
ખલદસ્તાં - ખભાનો સાંધો
ઊખળી - ગળા- શિર્ષનો સાંધો
મિજાગરા - કોણીનો સાંધો


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇






પ્રકરણ 8 : શરીરનું હલનચલન
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-







No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !