||ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ||
||Class 6th Science Chapter 7 Getting to Know Plants ||
પ્રકરણ 7: વનસ્પતિની જાણકારી મેળવીએ
વનસ્પતિની જાણકારી મેળવીએ
• 7.1 છોડ, ક્ષુપ અને વૃક્ષ*
• જે વનસ્પતિ ના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે. તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને તેને વધારે શાખાઓ હોતી નથી.
• જે વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે તથા પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી આવી વનસ્પતિ ને ક્ષુપ કહે છે.
• કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે તેને કઠણ અને જાડા પ્રકાંડ હોય છે. પ્રકાંડ ને જમીનથી ઘણે ઊંચે ભાગે ડાળીઓ વિકસે છે.આવી વનસ્પતિ વૃક્ષો કહે છે.
• નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શક્તિ નથી. તે જમીન પર ફેલાય છે. તેને ભું પ્રસારી કહે છે.
• જે વનસ્પતિ આસપાસના અધરનો ઉપયોગ કરી ઉંચે ચઢે તો તને વેલાઓ કહે છે.
• 7.1 પ્રકાંડ*
• કેટલાક છોડનું પ્રકાંડ નબળું તો કેટલાક છોડનું પ્રકાંડ ટટ્ટાર છે.
• મૂળ દ્વારા શોષા યેલા ખનીજ દ્રવ્યોનું પર્ણો તરફ વહન કરે છે.
• પ્રકાંડ માં રહેલી સાંકડી નાલિકાઓ દ્વારા પાણી અને ખનિજનું વહન થાય છે.
• 7.3 પર્ણ
• પર્ણ માં શિરાઓ આવેલી હોય છે. શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે.
• પર્ણમાં બે પ્રકારના શીરાવિન્યાસ જોવા મળે છે. સમાંતર શિતાવિન્યાસ અને જાલાકર શિરા વિન્યાસ
• પર્ણ ની મધ્યમાં રહેલી જાડી શિરાને મધ્યશિરા કહે છે.
• શિરાઓ દ્વારા પર્ણ માં જોવા મળતી ભાતને પર્ણનો શિરાવીન્યાસ કહે છે.
• જો આ ભાત મધ્યશિરાની બન્ને બાજુ જાળ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શિરવિન્યાસ કહે છે.
• જે પર્ણોમાં શિરાઓ એકબીજાને સમાંતર હોય તેને સમાંતર શિરા વીન્યાસ કહે છે
• જુવાર ,બાજરી, મકાઈ માં સમાંતર શિરા વિન્યાસ હોય છે. તેમનું પર્ણ તોડતા સીધું તૂટે છે.
• કઠોળ, તેમજ વૃક્ષો માં જાલાકાર શિરા વીન્યાસ કહે છે.
• વનસ્પતિના પર્ણના મુખ્ય કાર્યો : બાષ્પોત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન
• બાષ્પોત્સર્જન માં પર્ણ દ્વારા પાણીનો ત્યાગ થાય છે.
• પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ ખોરાક બનાવે છે
• સૂર્ય પ્રકાશ અને હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે અનિવાર્ય છે.
• કાર્બન ડાયોક્સાઈડ નો ઉપયોગ કરી ઓકસીજન વાતાવરણ માં મુક્ત કરે છે ( પ્રકાશ સંશ્લેષણ).
• હરિતદ્રવ્ય વનસ્પતિના પર્ણમા આવેલું છે.
• 7.4 મૂળ*
• મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે.
• મૂળ બે પ્રકારના હોય છે. સોટીમૂળ અને તંતુ મૂળ
• સોટી મૂળ વનસ્પતિને જમીન સાથે મજબૂતી થી જકડી રાખે છે.
• તંતુમૂળમાં એક જ જગ્યાએથી તંતુ મૂળો નો વિકાસ થાય છે.
• તંતુમૂળ ધરાવતી વનસ્પતિ : મકાઈ, બાજરી, જુવાર
• સોટિમૂળ : કઠોળ, તથા મોટા વૃક્ષો
• 7.5 પુષ્પ*
• વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર, અને આકર્ષક ભાગ છે.
• પુષ્પ ના ભાગો: વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રિકેસર
• વજ્ર પત્ર: તે પુષ્પનો લીલા રંગની પાંદડી જેવો ભાગ છે . તે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે.
• દલપત્ર: તે પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છે. તે કિતકોને આકર્ષવાનું કામ કરે છે.
• પુંકેસર : તે પુષ્પોનું નર પ્રજનન અંગ છે. તેના મુખ્ય બે ભાગ છે. પરાગાશય અને તંતુ
• સ્ત્રીકેસર: તે પુષ્પનું માદા અંગ છે. તેના ત્રણ ભાગ છે. પરાગા સન, પરાગવહિની, બીજાશય.
• શિરા વિન્યાસ : સમાંતર અને જાલાકાર
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
2.સ્વાધ્યાય
1. નીચેના વાક્યો સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો.
1. પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો નું શોષણ કરે છે.
2. પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે.
3. મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે.
4. પુષ્પમાં વજ્ર પત્ર અને દલપત્રની સંખ્યા હમેંશા સમાન હોય છે
5. પુષ્પમાં વજ્ર પત્રો જોડાયેલા હોય, તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે.
6. જો પુષ્પના દલ પત્રો જોડાયેલા હોય, તો તેનું સ્ત્રિકેસર દલ પત્ર સાથે જોડાયેલું હોય છે.
જવાબ:
1. મૂળ જમીન માથી પાણી અને ખનીજ ક્ષારો નું શોષણ કરે છે.
2. પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે.
3. પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે.
4. પુષ્પમાં વજ્ર પત્ર અને દલ પત્ર ની સંખ્યા હમેંશા સમાન હોતી નથી.
5. પુષ્પમાં વજ્ર પત્ર જોડાયેલા હોય, તો તેનું સ્ત્રી કેસર દલ પત્ર સાથે જોડાયેલું હોય કે ન પણ હોય.
2. આકૃતિ દો રો.
1. પર્ણ
2. સોટી મૂળ
3. પુષ્પ
3. શું તમે તમારા ઘરમાં કે આડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય? તેનું નામ લખો. તમે તેને ક્યાં જૂથમાં વર્ગીકૃત કરશો?
વેલો.
4. વનસ્પતિમાં પ્રકાંડ નું કાર્ય શું છે?
મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારનું પ્રકાંડ ની શાખાઓ તથા પર્ણ તરફ વહન કરે
5. ક્યાં પર્ણો જાલા કાર પર્ણવિન્યાસ ધરાવે છે?
તુલસી, કોથમીર, જાસૂદ
સમંતર : ઘઉ, મકાઈ, ઘાસ
6. જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય, તો તેના પર્ણો નો શીરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે?
તંતુ મૂળ : મકાઈ ,જુવાર, ઘાસ, ઘઉ
સમાંતર શિરા વિન્યાસ : મકાઈ ,ઘઉં ,જુવાર, ઘાસ,
આમ, તંતુ મૂળ ધરાવતી વનસ્પતિનો શિરા વિન્યાસ સમાંતર હોય.
7. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો મૂળ ક્યાં પ્રકારના હશે?
જાલાકાર શિરાવિન્યાસ : કઠોળ, લીમડો, તુલસી, આંબો
સોટી મૂળ : કઠોળ, લીમડો, તુલસી, આંબો
આમ જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ના મૂળ સોટી મૂળ હોય.
8. કોઈ પર્ણની કાગળ પર લીધેલી છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુ મૂળ છે કે સોટી મૂળ એ કહેવું શક્ય છે?
હા. કારણકે જો છાપ સમાંતર શિરા વિન્યાસની હોય તો તંતુ મૂળ પ્રકારનું
અને જો છાપ જાલા કાર શિરા વિનયાસ ની હોય તો મૂળ સોટી મૂળ પ્રકારનું
9. પુષ્પ ના ભાગના નામ લખો.
વજ્રપત્રો, દલપત્રો, સ્ત્રી કેસર, પુંકેસર
10. તમે જોયેલી હોય તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પો હોય છે?
ઘાસ, મકાઈ, ઘઉ, મરચા, ટામેટા, તુલસી, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ,લીંબુ, શેરડી, બટાકા, મગફળી
11. વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયા નું નામ જણાવો
પર્ણ, પ્રકાશ સંશ્લેષણ
12. પુષ્પ ના કયા ભાગમાં તમને બિજાશય જોવા મળશે?
સ્ત્રી કેસર
13. જોડાયેલા તથા છૂટા વજ્ર પત્ર હોય, તેવા બે પુષ્પો ના નામ આપો.
જોડાયેલા વજ્ર પત્રો : જાસૂદ, ધતુરો
છૂટા વજ્ર પત્રો : ગુલાબ ,રાઈ
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
3.મહત્ત્વના પ્રશ્નો
1. પુષ્પ ના ક્યાં ભાગમાં બિજાશય આવેલું છે?
સ્ત્રિકેસર
2. છૂટા વજ્ર પત્ર હોય તેવું પુષ્પ ક્યું છે?
ગુલાબ, રાઈ
3. જોડાયેલા પુષ્પો હોય તેવા પુષ્પો ના નામ લખો.
ધતુરો, જાસૂદ
4. નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ નથી?
A આંબો B મહેંદી C જામ ફળી D બી અને સી બન્ને
5. નીચેનામાંથી ખોરાક નો સંગ્રહ કરતું મૂળ ક્યું છે?
A બટાટા B હળદર C ગાજર D
6. સ્ત્રી કેસર ના સૌથી નીચેના ભાગને શું કહે છે?
બિજાશય
7. વજ્ર પત્ર નું કાર્ય શું છે?
પુષ્પનું કળી સ્વરૂપે રક્ષણ કરે
8. પુંકેસર ના ભાગો ક્યા ક્યા છે?
તંતુ, પરાગાશય
9. સ્ત્રી કેસરના ભાગો ના નામ લખો.
પરગાસન, પરાગ વાહિની, બિજાશય
10. નીચેનામાંથી પ્રકાશ સંશ્લેષણ મા શેની જરૂર નથી?
A સૂર્યપ્રકાશ B કાર્બન ડાયોક્સાઈડ C હરિતદ્રવ્ય D ઓકસીજન
11. કઈ વનસ્પતિ સોટી મૂળ તંત્ર ધરાવતી નથી?
A મકાઈ,B ઘઉ,C જુવાર, D તુલસી*
12. કઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવે છે?
A તુલસી B આંબો C ચણા D આપેલ પૈકી એક પણ નહિ
13. મકાઈના પર્ણો માં શિરાવિન્યાસ અને તુલસીના પર્ણો માં શિરા વિન્યાસ અનુક્રમે….
A સમાંતર, જાલાકાર*B જાલાકાર, સમાંતર C સમાંતર ,સમાંતરD જાલાકાર, જાલકાર
14. સોટીમૂળ: જાલાકાર:: તંતુ મૂળ : …..સમાંતર
15. પુષ્પ નો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે?
- દલપત્ર
16. ખોરાક નો સંગ્રહ કરતું પ્રકાંડ ક્યું છે?
- બટાટા, હળદર
17. કરેણ એ કયા પ્રકારની વનસ્પતિ છે?
- ક્ષુપ
18. ક્ષુપ પ્રકારની વનસ્પતિ ના ઉદાહરણ આપો
- કરેણ, જામફળી, લીંબુડી, દાડમડી, સરગવો, મહેંદી, જાસૂદ
19. વેલા ના ઉદાહરણ આપો.
- કારેલા, દૂધી, દ્રાક્ષ,
20. વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે?
- પર્ણ, પ્રકાંડ, મૂળ પુષ્પ
21. વૃક્ષ નું પ્રકાંડ કેવું હોય છે?
-જાડું અને ખુબજ મજબૂત
22. ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે?
પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું નહિ
23. જમીન પર પથરાઈ ને ચાલતી વનસ્પતિને…..કહે છે
ભુ પ્રસારી
24. તરબૂચ એ….m.પ્રકારની વનસ્પતિ કહેવાય.
ભૂ પ્રસારી
25. છોડનું પ્રકાંડ કેવું હોય છે?
કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું
26. મૂળના બે પ્રકાર કયા કયા છે
સોટી મૂળ, તંતુ મૂળ
27. સંયુક્ત પુષ્પ ધરાવતી વનસ્પતિ ના નામ આપો.
હજારી ગલ, સૂર્યમુખી
28. પુષ્પનું નર પ્રજનન અંગ ક્યુ કહેવાય છે?
પુંકેસર
29. પુષ્પનું માદા પ્રજનન અંગ ક્યું કહેવાય છે?
સ્ત્રી કેસર
30. નબળા પ્રકાંડની વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર પથરાય છે તેને ….. કહે છે.
ભૂ પ્રસારી
31. પર્ણના જે ભાગથી તે પ્રકાડ સાથે જોડાયેલું હોય તેને શું કહે છે?
પર્ણ દંડ
32. પર્ણને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવવાનું કાર્ય કોણ કરે છે?
પ્રકાંડ
33. શ્વસન ક્રિયા, પ્રકાશ સંશ્લેષણ ,બાષ્પોત્સર્જન આ ત્રણે ક્રિયામાં મુખ્ય ભાગ કોણ ભજવે છે?
પર્ણ
34. ક્યા મૂળ જમીનમાં ખૂબ ઉંડા જતા નથી?
તન્તુમૂળ
35. દ્વીદળી વનસ્પતિમાં ક્યો શિરાવીન્યાસ જોવા મળે?
જાલાકાર
36. એકદળી વનસ્પતિમાં ક્યો શિરવીન્યાસ જોવા મળે છે?
સમાંતર
37. છોડ, ક્ષુપ અને વૃક્ષ મા વર્ગીકરણ કરો.
લીમડો, તુલસી, જાસૂદ, જામફળી, વડ, બારમાસી, મકાઈ, આંબો ,કરેણ ,મહેંદી, ગુલાબ, જામફળ ગલગોટો ,સૂર્યમુખી, બાજરી, સીતાફળી, આસોપાલવ ,સરગવો, બાવળ ,બારમાસી ,શેરડી, નાળિયેરી ,જાસુદ
છોડ: તુલસી, મકાઈ, ગુલાબ, ગલગોટો, સૂર્યમુખી, બાજરી,બારમાસી, શેરડી
ક્ષુપ : જાસૂદ, જામફળિ, કરેણ, મહેંદી,સિતાફળી, સરગવો
વૃક્ષ : લીમડો, આંબો, આસોપાલવ, બાવળ
38. કિટકોને આકર્ષે છે……
દલપત્ર
39. એકદળી વનસ્પતિના ઉદાહરણ આપો.
મકાઈ, ઘઉ, જુવાર, બાજરી
40. દ્વી દળી વનસ્પતિના ઉદાહરણ આપો.
ચણા, વટાણા, મગ, મઠ
41. કળી અવસ્થામાં પુષ્પના અંદરના ભાગો નો રક્ષણ પુષ્પનો કયો ભાગ કરે છે?
વજ્ર પત્ર
42. દલપત્ર ની અંદરની બાજુએ પુષ્કર નો કયો ભાગ આવેલો છે?
પુંકેસર
43. વનસ્પતિના પર્ણ વધારા નું પાણી કઈ ક્રિયા દ્વારા બહાર કાઢે છે?
બાષ્પોત્સર્જન
44. પ્રકાશ સંશ્લેષણ માં શેની હાજરી અનિવાર્ય છે?
સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઈડ, હરિત દ્રવ્ય
45. આયોડિનનું દ્રાવણ શેનું પરીક્ષણ કરી શકે છે?
શર્કરા, કાર્બોદિત
46. પીપળામાં ક્યું મૂળ હોય છે?
સોટી મૂળ
47. પરાગરજ ઉત્પાદન કોણ કરે છે?
પુંકેસર
48. ગાદી જેવી રચના શેમાં આવેલી છે?
સ્ત્રિકેસરના પરાગાસન મા
49. અંડક શેમાં આવેલા છે?
બિજાશય
50. પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે તેનો આધાર……..
દલ પત્રો
51. ક્યા પર્ણને ચિરતા તે આડું અવળું ચિરાય છે?
જાલાકાર શિરા વિન્યાસ
52. પાણી અને ખનીજ નું વહન મૂળ થી પર્ણ સુધી પહોંચે….
પ્રકાંડ દ્વારા
53. પર્ણ નો રંગ લીલો શામાટે હોય છે?
હરિત દ્રવ્ય ના કારણે
*એક શબ્દ*
54. છોડ : તુલસી :: ક્ષુપ : દાડમડી
55. છોડ : ગુલાબ :: ક્ષુપ : લીંબૂડી
56. છોડ : બારમાસી :: ક્ષુપ : કરેણ
57. સાદુ પુષ્પ : ગુલાબ :: સંયુક્તપુષ્પ : સૂર્ય મુખી
58. સાદુ પુષ્પ : કરેણ :: સંયુક્ત પુષ્પ : હજારી ગલ
59. સોટી મૂળ : કપાસ :: તંતુ મૂળ : મકાઈ
60. સોટી મૂળ : કઠોળ :: તંતુ મૂળ : અનાજ
61. સોટી મૂળ : જાલકાર શિરાવીન્યાસ :: તંતુ મૂળ :: સમાંતર શિરા વિન્યાસ
62. દ્વી દળી – ચણા, મઠ, મગ, વાલ
63. વાંસ ,નાળિયેરી, ડાંગર : તંતુ મૂળ :: કપાસ, ચણા, પીપળો : સોટી મૂળ
64. કેળ માં ક્યો શિરા વિન્યાસ હોય?
સમાંતર
65. એકદળી : સમાંતર શિરા વિન્યાસ :: દ્વિ દળી : જાલા કાર શિરા વિન્યાસ
66. ફલન ક્રિયા માં ભાગ લેતા પુષ્પ ના ભાગો ક્યાં છે?
પુંકેસર, સ્ત્રી કેસર
67. જોડાયેલા વજ્ર પત્ર : જાસૂદ
68. છૂટા વજ્ર પત્ર : ગુલાબ
69. પર્ણમા શીરાઓની ગોઠવણી ને શું કહેવાય?
શિરા વીન્યાસ
70. કઈ વનસ્પતિને તેના મૂળ સહિત સહેલાઈથી ઉખેડી શકાય?
બાજરી, મકાઈ, જુવાર
71. આડા અવળા ચિરાઈ જાય તેવા પર્ણો માં કેવા પ્રકારનો શિરા વીન્યાસ જોવા મળે?
જાલાકાર
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણ 7: વનસ્પતિની જાણકારી મેળવીએ
નમસ્તે મિત્રો ,આવી અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !