BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, August 23, 2020

Vigyan dhoran 7 prakaran 3 Resathi kapad sudhi ||ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી|| રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય ,સમજૂતી ,અગત્યના પ્રશ્નો ||

Jidiya Sanjay ,create a blog


||standard 7th chapter 3rd Fibre to Fabric||
||Vigyan dhoran 7 prakaran 3 Resathi kapad sudhi ||
||ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી|| 
||રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય ,સમજૂતી ,અગત્યના પ્રશ્નો ||


પ્રકરણ 3 :રેસાથી કાપડ સુધી
પ્રકરણની સમજૂતી:Click Here
પ્રકારનો સ્વાધ્યાય :Click Here
અગત્યના પ્રશ્નો :Click Here


રેસાઓ 
*કુદરતી રેસાઓ અને સિંથેટિક રેસા
* કુદરતી રેસાઓ – વનસ્પતિ જન્ય રેસા : રૂ, શણ
* પ્રાણીજ રેસા* ઉન અને રેશમ*
3.1* ઉન-
ઘેટાં, બકરા, યાક માથી મળે છે 
તેમના શરીર પર ઉનના રૂંવાટા  આવેલા છે.
ઘેટાંના શરીર પર બે પ્રકારના વાળ હોય છે.
દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ.
ચામડી પરના વાળ આપણને ઉનના રેસા પૂરા પાડે છે..
આ માટે વ્યાપારિક ધોરણે ઘેટાંનો ઉછેર કરવામાં આવે છે.
તેમના બચ્ચાંના સુવાળા વાળ ની માંગ ખુબજ વધારે છે.
* ઉન આપતા પ્રાણીઓ **
ઘેટાં 
યાક : તિબેટ અને લદાખ 
અંગોરા બકરી : મહેર ( એક પ્રકારનું રેશમી ઉન) મેળવવા, પહાડી પ્રદેશ
કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊંન સુવાળું હોય છે. જેનાથી પશ્મિના શાલ( પાતળી શાલ) બને છે.
ઊંટ : 
લામાં : દક્ષિણ અમેરિકા
અલ્પાકા : દક્ષિણ અમેરિકા
* રેસાઓ માથી ઉન*
ઘેટાં પરના વાળ ઉતારી ઉન મેળવવામાં આવે છે.
* ઘેટાંનું પાલન અને સંવર્ધન *
આ માટે ઘેટાને પસંદગીલક્ષી સંવર્ધન વડે ઉછેરવામાં આવે છે. 
તેમના ઉછેર માટે લીલો ચારો, કઠોળનું મિશ્રણ, ખોળ તથા ખનીજ દ્રવ્ય પણ ખવડાવવા મા આવે છે. 
શિયાળામાં ઘેટાને  ઘરની અંદર જ રાખવામાં આવે છે. અને પાંદડા, અનાજ અને સુકોચારો ખવડાવવામાં આવે છે.
ઘટ્ટ રૂંવાટા ધરાવતા ઘેંટામાથી સારી ગુણવત્તા વાળુ ઉન મળી આવે છે. 
તેમના વાળ વધી જાય એટલે વાળને કાપી લેવામાં આવે છે.


* રેસામાંથી ઉનમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા *
* સોપાન -1:  કાતરણી – ઘેટાના વાળ કાપવામાં આવે છે. આ વખતે તેમને દર્દ થતું નથી. આ ઉપરાંત તેમને નવા વાળ ઊગે છે.
* સોપાન -2: ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખી ધોવામાં આવે છે. જેથી ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય છે. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે.હાલમાં ઘસવાની પ્રક્રિયા મશીનો વડે કરાય છે.
* સોપાન -3 : વર્ગીકરણ – તેમના ગુણ મુજબ ઉનનું વર્ગીકરણ કરવામાં આવે છે.
* સોપાન – 4: નાના રૂંવાટી વાળા તંતુઓ જેને બર કહે છે. તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. પછી ફરીથી ઘસવામાં આવે છે.હવે ઉનના રેસા માથી દોરા બનાવી શકાય છે.
* સોપાન -5: જુદા જુદા રંગો ભેળવવામાં આવે છે. 
* સોપાન – 6: ઉનમાથી દોરી બનાવવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઉન તૈયાર થાય છે. જ્યારે ટૂંકા રેસામાથી સ્વેટર માટેનું ઉન તૈયાર થાય છે. આમ દોરામાથી યંત્રો વડે ઉન નું કાપડ બનાવાય છે.
કાતરણી- ઘસવાની પ્રક્રિયા – વર્ગીકરણ – બરને સુકવવાની પ્રક્રિયા – રંગવાની પ્રક્રિયા – વિંટાળવાની  પ્રક્રિયા 
* રેશમ*સિલ્ક**
રેશમના કીડામાથી મેળવાય છે.
રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કિડાઓનો ઉછેર કરવામાં આવે છે તેને સેરી કલ્ચર કહે છે.
* રેશમના કીડાનું જીવન ચક્ર*
માદા રેશમનો કીડો ઈંડા આપે છે. જેમાંથી ડીંભ નીકળે છે તેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે.
કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્ર ની ત્યારપછી ની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા – પ્યુપા કહે છે.
તે તેની આસપાસ જાળું બનાવે છે.
કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણા નો સ્રાવ કરે છે.તે હવા સાથે સંપર્ક થતાં  રેશમ નો તાર બને છે.
કેટરપિલર આ રેશમી તાર વડે પોતાને ઢાંકી દે છે અને પ્યુપામાં રૂપાંતરિત થાય છે. તેના ઉપરના રેશમના તારના આવરણને કોશેટો કહે છે. 
પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટો મા થાય છે. અને પતંગિયા માં રૂપાંતર પામે છે. 
રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે.
*રેશમના કીડાના કોશેટોમાથી રેશમના દોરા મેળવવામાં આવે છે. ટશર સિલ્ક, મૂગા સિલ્ક,કોસા સિલ્ક વગેરે જુદા જુદા રેશમના કિડામાંથી મેળવાય છે. સૌથી સામન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. તેમાંથી મળતું રેશમ મુલાયમ, ચમકદાર અને લચકપણુ ધરાવે છે.**
** કુદરતી રેશમ અને કૃત્રિમ રેશમ મા શું તફાવત છે?*
કુદરતી રેશમને બાળવાથી સામાન્ય બળે તેવી વાસ આવે. જ્યારે કૃત્રિમ રેશમ ને બાળીએ ત્યારે પ્લાસ્ટિક બળે તેવી વાસ આવે છે.


* કોશેટામાંથી રેશમ *
રેશમના કીડાની અવસ્થાઓ : ઈંડુ, ડીમ્ડ, પ્યૂપા, રેશમનું પતંગિયું.
માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે. 
આ ઈંડા અને સાવધાનીથી કાગળ પર લઈને કીડા પાડનારને વેચવામાં આવે છે.
રેશમના કિડાં પાળનાર હુફાળા વાતાવરણમાં તેને રાખે છે . તેમાંથી ડીભ બહાર આવે છે.
આ ડીભને શેતૂરના ઝાડ પર રાખવામાં આવે છે તે શેતૂરના પાંદડા ખાય ને ખુબ જ મોટા બની જાય છે્
ત્યારબાદ શેતૂરના પાંદડાં તોડીને વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે થોડા દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે્
ત્યાં રેશમના કીડા કોશેટો બનાવે છે. તેમાં પ્યૂપાનો વિકાસ થાય છે.
આ સમયે કોશેટોને કૃપા થી અલગ કરી લેવામાં આવે છે. કોશેટો માંથી રેશમ મેળવાય છે.
આ માટે કોશેટો ને તડકા માં રાખવામાં આવે છે જેથી રેશમના તાર અલગ પડી જાય છે.
રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી પાતળા દદોરા  બનાવવાની પ્રક્રિયા ને રેશમ ની રીંલીગ પ્રક્રિયા કહેવાય છે.
હવે રેશમના તારને કાતવાથી રેશમના દોરાના પ્રાપ્ત થાય છે વણકરો તેમાંથી રેશમના કપડા છે.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



* સ્વાધ્યાય *
1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
A) બ્લેક શિપના ક્યાં ભાગ પર ઉન હોય છે?
શરીર પર
B) ઘેટાના શરીરની સફેદ રૂંવાટી નો અર્થ શું છે?
ઘેટાના શરીરની રુવાંટી નો અર્થ છે સફેદ બરફ જેવા વાળ
2. રેશમનો કીડો a) કેટરપિલર b) ડીમ્ભ છે.
- બંને છે.
3. નીચેનામાંથી કયું પ્રાણી ઉન આપતું નથી?
A) યાક B) ઊંટ C) બકરી D) *ઘાટા વાળવાળો કૂતરો


4. નીચે આપેલ શબ્દોનો અર્થ લખો.
A) પાલન : કોઇપણ સજીવનું વ્યાપારિક ધોરણે ફાયદો મેળવવા તેનો ઉછેર કરવો એટલે પાલન.
B) ઉન ઉતારવું – ઘેટાંના શરીર પરના વાળ મોટા થઈ ગયા પછી  કાપી લેવામાં આવે છે તેને ઉન ઉતારવું કહેવાય છે.
C) રેશમના કીડાનો ઉછેર : રેશમના કીડાને શેતુરના વૃક્ષ પર ઉછેરવામાં આવે છે તે શેતુરનાં પાંદડા ખાય છે અને  મોટા થાય છે. તેને રેશમના કીડનો ઉછેર કહેવાય છે.
5. ઉનની પ્રક્રિયાના વિવિધ સોપાનો માંથી કેટલાક સોપાનો નીચે આપેલા છે બાકીના સોપાનો ક્રમબદ્ધ રીતે લખો.
ઉન ઉતારવું, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ, બરને સુકવવાની પ્રક્રીયા, રંગવાની પ્રક્રિયા, વિંટાળવાની પ્રક્રિયા
6. રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં રેશમના કીડાના જીવન ની બે અવસ્થાઓ ના ચિત્ર બનાવો.
7. નીચે આપેલા શબ્દો માંથી કયા બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે?
રેશમના કિડાનો ઉછેર, ફૂલોની ખેતી, શૅચરની ખેતી, મધમાખીનો ઉછેર, વનસંવર્ધન
Ans: રેશમના કીડાનો ઉછેર, શેતુરની ખેતી
8. જોડકા જોડો.
ઘસવાની પ્રક્રિયા – કાપેલા ઉન ને સાફ કરવાની પ્રક્રિયા
શેતુરના પાંદડા – રેશમના કીડાનો ખોરાક
યાક – ઉન આપતું પ્રાણી
કોશેટો – રેશમનો તાર ઉત્પન્ન કરે છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



*મહત્વના પ્રશ્નો*
1. ઉન શામાંથી મળે છે?
ઘેટાં, બકરા અને યાકની રૂંવાટી માથી મળે છે
2. પ્રાણીજન્ય રેસાઓ જણાવો.
ઉન અને રેશમ
3. ઉન આપણને કયા ક્યા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે?
ઘેટાં, બકરા, યાક અને ઊંટના વાળ માથી
4. પસંદગી લક્ષી પ્રજનન એટલે શું?
સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયા ને પસંદગી લક્ષી પ્રજનન કહે છે.
5. યાકનું ઉન કયા પ્રદેશોમાં પ્રચલિત છે?
તિબેટ, લદાખ
6. અંગોરા બકરી ક્યા જોવા મળે છે?
જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી પ્રદેશોમાં  
7. લામાં અને અલ્પાકા પ્રાણીઓ ક્યાં પ્રદેશ માટે ઉન માટે પ્રખ્યાત છે?
દક્ષિણ અમેરિકા
8. ઘેટાઓની ભારતીય પ્રજાતિઓ જણાવો.
લોહી, રામપુર બુશાયર, નાલી, બાખરવાલ, મારવાડી અને પાટનવાડી
9. રેસામાંથી ઉનમાં રૂપાંતરણની પ્રક્રિયાના કેટલા સોપાનો છે? ક્યાં ક્યાં?
છ. કાતરણી, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ ક્રિયા, બારને સૂકવવાની પ્રક્રિયા, રંગવાની ક્રિયા, વિંટાળવાની ક્રિયા
10. સેરીકલ્ચર એટલે શું?
રેશમ મેળવવા માટે રેશમના કિડા ઉછેરવાની પ્રક્રિયાને સેરિકલ્ચર કહે છે.


11. રેશમના કીડાની ચાર અવસ્થાઓ કઈ કઈ છે?
ઈંડુ, ડીમ્ભ,પ્યુપા, રેશમનું પતંગિયું
12. રેશમનો કીડો ક્યાં વૃક્ષ પર વૃધ્ધિ પામે છે?
શેતુર
13. રેશમના તારનો ઉપયોગ લખો.
રેશમના વસ્ત્રો બનાવવા
14. રેશમના ગુણધર્મોને આધારે ક્યાં પ્રકાર છે?
ટશર સિલ્ક, મૂગા સિલ્ક, કોસા સિલ્ક 
15. ક્યાં રેશમના કિડામાથી બનતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે?
મલબેરી રેશમનો કીડો
16. ઉનના રેસા શેના બનેલા છે?
પ્રોટીન
17. રેશમના પતંગિયાના ડીમ્ભ પહેલાની અવસ્થા કઈ છે?
ઈંડુ
18. ક્યાં પ્રકારના રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે?
ઉન
19. પશ્મિના શાલ કોના વાળમાંથી બનાવવામાં આવે છે?
કશ્મીરી બકરી
20. રેશમના કિડાની ડીમ્ભ પછીની અવસ્થા કઈ છે?
પ્યુપા


21. રેશમના કિડાં ક્યાંથી ખોરાક મેળવે છે?
શેતુરના પાન
22. રેશમના ઉદ્યોગની શરૂઆત ક્યાં દેશમાંથી થઈ હતી?
ચીન
23. ડીમ્ભને અન્ય ક્યાં નામે ઓળખવામાં આવે છે?
કેટરપિલર
24. કાતરણી કોને કહે છે?
ઘેટાઓના શરીર પરથી પાતળી ચામડી સહિત રૂંવાટી ઉતારવાની ક્રિયાને કાતરણી  કહે છે.
25. ઊનના વાળ સાથે જોવા મળતા નાના નાના રુવાંટી વાળા તંતુઓ ને શું કહે છે?
બર
26. ઘેટાના શરીર પરની રૂંવાટી અને પાતળી ચામડીનું સૌથી ઉપરનું સ્તર શેનું બનેલું હોય છે?
મૃત કોષો નું
27. ઘેટાના વાળ સામાન્ય રીતે કઈ ઋતુમાં કાપવામાં આવે છે.
ગરમીની ઋતુમાં
28. લોહી ઘેટાની પ્રજાતિ ક્યાં રાજ્યોમાં જાણીતી છે?
રાજસ્થાન અને પંજાબ
29. કથ્થાઈ ઉન ઘેટાની કઈ પ્રજાતિ આપે છે?
રામપુર બુશાયર
30. પાટન વાડી ઘેટાની પ્રજાતિનો ઉપયોગ લખો.
મોજા, ગંજી વગેરે માટે


31. રેશમના કિડા રેશમના તારને કાંતીને શું બનાવે છે?
કોશેટો
32. ગાલીચા બનાવવા માટેનું ઉન કઈ પ્રજાતિ માથી મેળવાય છે?
નાલી
33. રેશમના કોશેટામાંથી રેશમના તાર જુદા પાડી તેને વીંટાળીને શું બનાવાય છે?
રેશમના દોરા.
34. રેશમના તાર શેના બનેલા હોય છે?
પ્રોટીન
35. શેતુંરનું વૈજ્ઞાનિક નામ શું છે?
મોરસ આલ્બા
36. કાપેલા ઉનને સાફ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે?
ઘસવાની પ્રક્રિયા
37. રેશમનો તાર શેમાંથી મેળવવા મા આવે છે?
કોશેટો
38. રેશમનું ઉત્પાદન કરવા શું કરવા માં આવે છે?
શેતુરની ખેતી, અને રેશમના કીડાનો ઉછેર
39. શ્રેષ્ઠ ઉન ક્યાં દેશના ઘેટામાંથી પ્રાપ્ત થાય છે?
ન્યુઝીલેન્ડ
40. રેશમના તાર મેળવવા કોશેટાને ક્યાં રખાય છે?
તડકામાં અથવા ઉકળતા પાણીમાં


41. રેશમના તાર મેળવવા માટે શા માટે રેશમનું પતંગિયું બહાર નીકળવા દેવામાં આવતું નથી.
પ્યુપા અવસ્થામાં રેશમના કોશેટા ની વિકાસ થાય છે. જો તે બહાર આવે તો રેશમના તાર કપાઈ જાય છે. તેથી પતંગિયું બને એ પહેલાં જ કોશેટો માથી રેશમના તાર મેળવી લેવાય છે.
42. ઘેટાની રૂંવાટી ઉતારતા તેમને દુખાવો શામાટે થતો નથી?
તેમની ચામડીનું ઉપરનું સ્તર મૃત કોષો નું બનેલું હોય છે.
43. ઉનના કપડા જેમ સુતરાઉ કપડાં શામાટે હૂફ આપતા નથી?
ઉનના કપડામાં હવા વધારે સમય શકે અને સ્તર બનાવે તેથી હૂફ આપી શકે પરંતુ સુતરાઉ કપડામાં હવાનું સ્તર બનતું નથી
44. બરછટ ઉન શેમાંથી મળે છે?
 ઘેટાની મારવાડી જાતિ
45. નાલી જાતિના ઘેટાં ક્યાં રાજ્યોમાં જોવા મળે છે?
રાજસ્થાન, હરિયાણા,પંજાબ
46. ઘેટાના વાળના પોતાના આધારે તેમને જુદા પાડવામાં આવે છે આ ક્રિયાને શું કહે છે?
વર્ગીકરણ
47. ઘેટાના કુદરતી વાળ સામાન્ય રીતે ક્યાં રંગના હોય છે?
કાળા, કથ્થાઈ, સફેદ
48. ઉનના લાંબા રેસામાથી શું તૈયાર કરાય છે?
સ્વેટરમાટેનું ઉન
49. ભારતીય ઘેટાની કઈ જાતિ ઉચ્ચ ગુણવતા વાળુ ઉન આપે છે?
લોહી
50. બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા પદાર્થને શું કહેવાય?
ખોળ
51. રેશમના કીડાના ઉછેરને શું કહે છે?
સેરિકલ્ચર
52. પ્યુપા શું છે?
રેશમના કિડાના જીવન ચક્રની એક અવસ્થા. જેમાં તે પોતાની આસપાસ કોશેટો બનાવે છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


પ્રકરણ 3 :રેસાથી કાપડ સુધી
પ્રકરણની સમજૂતી:Click Here
પ્રકારનો સ્વાધ્યાય :Click Here
અગત્યના પ્રશ્નો :Click Here

નમસ્તે મિત્રો ,આવી ખૂબ જ સરસ અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !