||સામાજિક વિજ્ઞાન ઘોરણ 6 પ્રકરણ 8||||ભારતવર્ષની ભવ્યતા સ્વાધ્યાયનો અભ્યાસ|| ||samajik vigyan dhoran 6 chapter 8 Swadhyaay||
સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇
પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Hereપ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Hereપ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Hereપ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Hereપ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Hereપ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Hereપ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Hereપ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Hereપ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here
ખાલીજગ્યામા યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો.
(1) નીદર્શન કલામાં ....... અને ...... નો સમાવેશ થાય છે.
- નૃત્ય અને નાટક
(2) દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ..... છે.
- સંગમ સાહિત્ય
(3)ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ...... ગ્રીક એલચી હતો.
- મેગસ્થનીસ
(4) મધ્યપ્રદેશમાં ...... સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે.
- ભિમબેટકા
(5) ઈ.સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને ..... તરીકે ઓળખવામાં આવે છે.
- પંચ માર્ક
ટુંકમાં ઉત્તર આપો.
(1) વૈદિક સાહિત્ય વિશે ટુંકમાં જણાવો.
- વૈદિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદો ચાર છે ; ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ વેદ
- વેદોની ભાષા સમજવી મુશ્કેલ હોવાથી તે સમજવા બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો ની રચના કરવામાં આવી.
- શતપથ બ્રાહ્મણ અને ગોપથ બ્રાહ્મણ જાણીતા બ્રાહ્મણ ગ્રંથો છે અને બૃહદારણ્યક જાણીતું આરણ્યક છે.
(2) પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો/ પ્રવાસીઓ આવ્યા હતા?
- ચંદ્રગુપ્ત ના દરબારમાં મેગસ્થનિસ આવ્યો હતો જેને ઇન્ડીકા નામનો ગ્રંથ લખ્યો હતો. જેમાંથી મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે.
- ટોલોમી એ ગ્રિકનાવિક હતો. જેને ભૂગોળ ના ગ્રંથો લખ્યા હતા.
- ગુપ્ત યુગના શાસક ચંદ્રગુપ્ત દ્વિતીય ના સમયે ફાહિયાન (ચીન) દ્વારા તે સમયની સંસ્કૃતિની માહિતી મળે છે.
(3) સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.
- સ્તૂપ - નાના ગુંબજ આકારનું સ્થાપત્ય , જેમાં બુધ્ધના અવશેષો દાબડા મા રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા.
- ચૈત્ય - પર્વત કાતરીને બનાવમાં આવતી ગુફા, જેમાં પ્રાર્થના ખંડ, દરવાજા, સ્તંભો, વગેરે કોતરવામાં આવતું.
-
(4) તક્ષશિલા મા ક્યાં ક્યાં વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
- તક્ષશિલા મા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું
(5) ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે?
- સમુદ્ર ગુપ્ત ના વિણાવાદન કરતા સિક્કા
- ચંદ્રગુપ્ત પ્રથમ ના રાજારાણીના અને ગરૂડના
- ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય ના સિંહ વિક્રમ ના સિક્કા તથા ગરૂડ ધ્વજના
ખરા ખોટા જણાવો
(1) ઉપનિષદોમાં માંડુકય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે.×
(2) ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ' ઈન્ડીકા ' નામના ગ્રંથમાં થી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ×
(3) ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકકથાઓના ચિત્રો જગવિખ્યાત છે.✓
(4) ગાંધરાશૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલા નો સંગમ જોવા મળતો હતો.✓
(5) પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી.×
ટુંક નોંધ લખો
(1) ધર્મેતર સાહિત્ય
- ધર્મની બહારના સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહે છે.
- તેમાં મોટેભાગે કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ નો સમાવેશ થાય છે.
- કાવ્યો અને નાટકો - અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશમ્, મેઘદૂતમ, વગેરે
- વ્યાકરણ ગ્રંથ - પાણીનીએ લખેલ અશ્ટાધ્યાયી( BC 500)
- સ્મૃતિ - કાયદા ગ્રંથ - મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ
(2) પ્રાચીન ભારતના સ્થાપત્યો
- પ્રાચીન ભારતના સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ , નાસિકના ગુફાશિલ્પો, અજંતા ઈલોરાની ગુફાઓ , અમરાવતી ની ગુફા નો સમાવેશ થાય છે.
- હડપ્પીય સભ્યતા થી ભારતની સ્થાપત્ય કલાનો વિકાસ થયો છે. નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, એ આ કાળના ઉત્તમ નમૂના છે.
-
(3) પ્રાચીન ભારતની ખેતી
- પ્રાચીન ભારતમાં ઘઉ, જવ, ડાંગર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી.
- ખેતીમાં હળ નો ઉપયોગ કરતા
- લોખંડના સાધનો જેવાકે દાતરડું, કુહાડી વગેરેનો ઉપયોગ કરતા
- ચિંચાઈ માટે નહેરો, કૂવા અને તળાવો તથા કૃત્રિમ જળાશયો નો ઉપયોગ પણ થતો.
(4) ગ્રામીણ અને નગરજીવન
- ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. ગ્રામભોજક તરીકે એકજ પરિવારના લોકો પેઢીએ પેઢીએ રહેતા.
- ગ્રામભોજક એ ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. તે ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો. ગામની દેખરેખ તે રાખતા.
- નગર જીવન - કિલાબંધી હતી. વલય કૂપ હતા જેમાં કચરાનો નિકાલ થતો. નગર ને મહાજન પદોની રાજધાની બનાવવામાં આવતી.
ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !