BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, February 11, 2023

લતા મંગેશકર

 લતા મંગેશકર


લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929 માં ઇંદોર, મધ્ય પ્રદેશ ખાતે એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ દિનાનાથ મંગેશકર અને માતાનું નામ શેવંતી મંગેશકર હતું. લતાજીનું બાળપણનું નામ હેમા હતું. પાછળથી તેમના માતાપિતાએ તેમનું નામ બદલીને ભાવબંધન નામના એક નાટકના સ્ત્રી પાત્ર લતિકાના નામ પરથી તેમનું નામ લતા રાખ્યું હતું.

૧૯૪૨માં જ્યારે લતાજી ૧૩ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું હૃદયરોગના કારણે અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ મૂવી કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકી)એ તેમની સંભાળ લીધી હતી. તેમણે તેણીને ગાયક અને અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરવામાં મદદ કરી હતી.

૧૯૪૮માં વિનાયકના મૃત્યુ બાદ સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરે તેમને ગાયક તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લતાનો પરિચય નિર્માતા સશધર મુખર્જી સાથે કરાવ્યો, જેઓ તે સમયે શહીદ (૧૯૪૮) ફિલ્મમાં કામ કરી રહ્યા હતા, પરંતુ મુખર્જીએ લતાના અવાજને "ખૂબ પાતળો" ગણાવ્યો હતો.નારાજ હૈદરે જવાબ આપ્યો હતો કે આગામી વર્ષોમાં, નિર્માતાઓ અને દિગ્દર્શકો "લતાના પગમાં પડી જશે" અને તેમની ફિલ્મોમાં ગાવા માટે "વિનંતી" કરશે. હૈદરે લતાને પ્રથમ મોટો બ્રેક ફિલ્મ મજબૂર (૧૯૪૮)ના નાઝીમ પાણીપતીના "દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોડા" ગીતથી આપ્યો હતો, જે તેમની પ્રથમ મોટી સફળતા મેળવનારી ફિલ્મ બની હતી. સપ્ટેમ્બર ૨૦૧૩માં પોતાના ૮૪માં જન્મદિવસ પર એક ઇન્ટરવ્યુમાં લતાજીએ પોતે જ જણાવ્યું હતું કે, "ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર છે. તે પહેલા એવા સંગીત દિગ્દર્શક હતા જેમણે મારી પ્રતિભા પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો.

લતા મંગેશકરને વિવિધ ઉપનામોથી નવાજવામાં આવ્યા છે. જેમ કે ભારત સ્વર કોકિલા, રાષ્ટ્રની અવાજ, સ્વર-સમ્રાજ્ઞી, સહરાબ્દીની અવાજ વગેરે, લતા મંગેશકરનું પ્રથમ હિન્દી ગીત “માતા એક સપૂત કી દુનિયા તું બદલ દે. હતું જે વર્ષ 1943માં મરાઠી ફિલ્મ “ગજાભાઉ” નું હતું.

1962માં ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના સન્માનમાં તેને એ મેરે વતન કે લોકો’ ગીત ગાયું હતું. લતા મંગેશકરે સૌથી વધુ ગીત ગાવાનો ગિનિસ બુક રેકોર 1974માં બનાવ્યો હતો. લતાજી એ

36 ભાષામાં 50 હજારથી વધારે ગીત ગાયા છે.લતાજીએ વૈષ્ણવ જન તો... હે કાનુડા તોરી ગોવાલણ... માને તો મનાવી લેજો રે... ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે...દીકરી તો પારકી થાપણ કહેવાય...હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે જેવાં ગુજરાતી ફ઼િલ્મના ગીતોમાં પણ ગાયા છે. 1999 થી 2005 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. લતા મંગેશકરે છેલ્લી વાર 2015માં નિખિલ કામતની ફિલ્મ “ડોનો વાય 2” માં ગીત ગાયું હતું.

૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ લતા મંગેશકરને હળવા લક્ષણો સાથે કોરોનાવાયરસ સંક્રમણનું નિદાન થયું હતું અને તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં "નજીવો સુધારો" થયા બાદ તેમનું વેન્ટિલેટર હટાવી દેવાયું હતું. જો કે, તેણીની તબિયત લથડ્યા બાદ ૫ ફેબ્રુઆરીએ ફરીથી તેમને વેન્ટિલેટર હેઠળ મૂકવામાં આવ્યા હતા. ન્યુમોનિયા અને કોવિડ-૧૯ માટે સતત ૨૮ દિવસની સારવાર લીધા બાદ 6 ફેબ્રુઆરી 2022 ના રોજ 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમથી તેમનું અવસાન થયું.

લતા મંગેશકરને મળેલા પુરસ્કારો

લતા મંગેશકરે અનેક પુરસ્કારો અને સન્માનો જીત્યા હતા. જેમાં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન, (૨૦૦૧) પદ્મભૂષણ (૧૯૬૯), પદ્મવિભૂષણ (૧૯૯૯), લાઇફટાઇમ એચિવમેન્ટ્સ માટે ઝી સિને એવોર્ડ (૧૯૯૯),દાદાસાહેબ ફાળકે એવોર્ડ (૧૯૮૯), મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ (૧૯૯૭), એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૧૯૯૯), લિજન ઓફ ઓનર (૨૦૦૭), એએનઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૨૦૦૭), ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ૧૫ બંગાળ પત્રકાર સંઘ પુરસ્કારોનો સમાવેશ થાય છે.

તેમણે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયિકા તરીકે ચાર ફિલ્મફેર એવોર્ડ્સ પણ જીત્યા હતા. ૧૯૯૩માં તેમને ફિલ્મફેર લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અને ૧૯૯૪ અને ૨૦૦૪માં ફિલ્મફેર વિશેષ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

૧૯૮૪માં મધ્યપ્રદેશ રાજ્ય સરકારે તેમના સન્માનમાં ‘લતા મંગેશકર પુરસ્કાર'ની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ ૧૯૯૨માં 'લતા મંગેશકર એવોર્ડની સ્થાપના કરી હતી.

૨૦૦૯ માં, તેણીને ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર, 'ઓફિસર ઑફ ધ ફ્રેન્ચ લિજન ઓફ ઓનર ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં, આઉટલુક ઇન્ડિયાના શ્રેષ્ઠતમ ભારતીય સર્વેક્ષણમાં તેણીને ૧૦મા ક્રમે મૂકવામાં આવ્યા હતા.

તેમને ૧૯૮૯માં સંગીત નાટક અકાદમી ઉપરાંત કોલ્કપુરની ઇન્દિરા કલા સંગીત વિશ્વવિધાલય, ખૈરાગઢ અને શિવાજી યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !