ક્રમાંક | કાવ્યનું નામ | કવિનું નામ | વાંચો |
---|---|---|---|
1 | ખદુક, ઘોડા, ખદુક ! | રમણલાલ સોની | |
2 | આષાઢી સાંજના અંબર ગાજે | ઝવેરચંદ મેઘાણી | |
3 | જળપરીનું ઝાંઝર તૂટયું | મનોહર ત્રિવેદી | |
4 | સપના રે સપના | ગુલઝાર | |
5 | તૈયાર હો | વસન્ત નાયક |
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળ-જંગલમાં એવો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે.
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે.
જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
પાંખ ઝબોળી પંખી સરતાં
ઝાડ ઉપરથી, ફૂલો ઝરતાં
ડુંગર પરથી ગીત વછૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળ ભરી વાદળીઓ ઝૂકી
હવાઓએ વાંસળીઓ ફૂંકી,
ક્યાંથી આવું અચરજ ફૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
તરણાંને ના હોય હલેસાં
હુંય તરું રે એમ હંમેશાં
ભીનું ભીનું સમણું લૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
આલ્લે લે...આલ્લે લે...આલ્લે લે...
સપના રે સપના
હૈ કોઈ અપના
અખિયોં મેં ભર જા
અખિયોં કી ડિબિયા
ભર દે રે નિંદિયા
જાદુ સે જાદુ કર જા
સપના રે સપના
અખિયોં મેં ભર જા
ભૂરે ભૂરે બાદલોં કે ભાલૂ
લોરિયાં સુનાએં લા રા લુ
તારોં કે કંચોં સે રાત ભર ખેલેંગે
સપનોં મેં ચંદા ઔર તૂ
સપના રે સપના
પીલે પીલે કેસરી હૈ ગાંવ
ગીલી ગીલી ચાંદની કી છાંવ
બગુલોં કે જૈસે રે
ડૂબે હુએ હૈં રે
પાની મેં સપનોં કે પાંવ
તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો;
ફરવા જવા, રમવા જવા, ઊડવા જવા તૈયાર હો.
પંખી રમે છે ઝાડમાં, ઝરણાં રમે છે પહાડમાં;
પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો.
કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં;
પણ આપણે ફરવા જવું, વગડા-વને તૈયાર હો.
ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં;
પણ આપણે ઊડવા જવું અવકાશમાં તૈયાર હો.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !