BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, October 1, 2025

October 01, 2025

|| CET EXAM 2025 - કાવ્યો અને કવિઓની યાદી ||

ક્રમાંક કાવ્યનું નામ કવિનું નામ વાંચો
1ખદુક, ઘોડા, ખદુક !રમણલાલ સોની
2આષાઢી સાંજના અંબર ગાજેઝવેરચંદ મેઘાણી
3જળપરીનું ઝાંઝર તૂટયુંમનોહર ત્રિવેદી
4સપના રે સપનાગુલઝાર
5તૈયાર હોવસન્ત નાયક
ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળ-જંગલમાં એવો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!

આષાઢી સાંજના અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે.
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે.

જળપરીનું ઝાંઝર તૂટયું – મનોહર ત્રિવેદી

જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
પાંખ ઝબોળી પંખી સરતાં
ઝાડ ઉપરથી, ફૂલો ઝરતાં
ડુંગર પરથી ગીત વછૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળ ભરી વાદળીઓ ઝૂકી
હવાઓએ વાંસળીઓ ફૂંકી,
ક્યાંથી આવું અચરજ ફૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
તરણાંને ના હોય હલેસાં
હુંય તરું રે એમ હંમેશાં
ભીનું ભીનું સમણું લૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
આલ્લે લે...આલ્લે લે...આલ્લે લે...

સપના રે સપના – ગુલઝાર

સપના રે સપના
હૈ કોઈ અપના
અખિયોં મેં ભર જા
અખિયોં કી ડિબિયા
ભર દે રે નિંદિયા
જાદુ સે જાદુ કર જા
સપના રે સપના
અખિયોં મેં ભર જા
ભૂરે ભૂરે બાદલોં કે ભાલૂ
લોરિયાં સુનાએં લા રા લુ
તારોં કે કંચોં સે રાત ભર ખેલેંગે
સપનોં મેં ચંદા ઔર તૂ
સપના રે સપના
પીલે પીલે કેસરી હૈ ગાંવ
ગીલી ગીલી ચાંદની કી છાંવ
બગુલોં કે જૈસે રે
ડૂબે હુએ હૈં રે
પાની મેં સપનોં કે પાંવ

તૈયાર હો – વસન્ત નાયક

તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો;
ફરવા જવા, રમવા જવા, ઊડવા જવા તૈયાર હો.
પંખી રમે છે ઝાડમાં, ઝરણાં રમે છે પહાડમાં;
પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો.
કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં;
પણ આપણે ફરવા જવું, વગડા-વને તૈયાર હો.
ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં;
પણ આપણે ઊડવા જવું અવકાશમાં તૈયાર હો.

Sunday, September 21, 2025

September 21, 2025

|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 4 TALATI EXAM 2025||

MCQ Quiz
  1. "વિચાર વૈભવ" કયો સમાસ છે ?
    ... ✅ સાચો જવાબ: કર્મધારય
  2. "ભીખમંગો" કયો સમાસ છે ?
    ... ✅ સાચો જવાબ: તત્પુરુષ
  3. "લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી" - કયો છંદ છે ?
    ... ✅ સાચો જવાબ: શિખરિણી
  4. "છાયા તે વડના જેવી, ભાવ તો નંદના સમા દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય." - કયો છંદ છે ?
    ... ✅ સાચો જવાબ: મંદાકાન્તા
  5. "છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી" - કયો અલંકાર છે ?
    ... ✅ સાચો જવાબ: શબ્દાનુપ્રાસ
  6. "લળીલળીને હેત કરતા વાંસનાં ઝૂંડનાં ઝૂંડ" - અલંકાર કયો છે ?
    ... ✅ સાચો જવાબ: શબ્દાનુપ્રાસ
  7. "શરીરે મોટું પણ અક્કલમાં ઓછું" - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
    ... ✅ સાચો જવાબ: ખોભણ
  8. "અડધી ઉંમરે પહોંચેલું" - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
    ... ✅ સાચો જવાબ: આધેડ
  9. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: દુષ્કાળ
  10. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન/ભાષા શુદ્ધિ જોવા મળે છે ?
    ... ✅ સાચો જવાબ: સાંજે કાર્યાલય છ વાગે બંધ થાય છે.

Sunday, September 14, 2025

September 14, 2025

|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 3 TALATI EXAM 2025||

MCQ Quiz
  1. જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેની સંસ્થા, "વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" (WWF) - વિશ્વ પ્રકૃતિનિધિનું પ્રતિક છે ?
    ... ✅ સાચો જવાબ: રીંછ
  2. બેઝલ સંમેલન (Basel Convention) બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
    ... ✅ સાચો જવાબ: જોખમી કચરાના ઉત્પાદનમાં ઘટાડો અને તેના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થાપન અંગેની સમજૂતી છે
  3. "પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા નિયમો" અનુસાર એકલ ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ અને .....માઈક્રૉનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?
    ... ✅ સાચો જવાબ: 100
  4. ભારતના ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ (BUR-4) માં વર્ષ 2019 ની સરખામણીમાં વર્ષ 2020 માં ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનમાં ......નો ઘટાડો નોંધાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું ?
    ... ✅ સાચો જવાબ: 4.93%
  5. "પીએમ - કુસુમ યોજના" બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
    ... ✅ સાચો જવાબ: આ યોજના ખેડૂતોને સ્ટેન્ડઅલોન સોલર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે
  6. "રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ" અનુસાર 2025 - 26 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું ......લક્ષ્ય રાખવામાં આવ્યું હતું ?
    ... ✅ સાચો જવાબ: 20%
  7. નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ, "ડિંગ થઈ જવું" નો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: આશ્ચર્યચકિત થઈ જવું
  8. નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ, "તુરિયાનો તાર જાગી ઊઠવો" નો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: સમજણ શક્તિનો ઉદય થવો
  9. નીચેના પૈકી કયો વિકલ્પ "બકરી આદુ ખાતા શીખી" કહેવતનો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે
  10. નીચેના પૈકી કયો વિકલ્પ "આપવો દોકડો ને લેવો બોકડો" કહેવતનો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: નાનું દુ:ખ આપી મોટું દુ:ખ લેવું
September 14, 2025

|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 2 TALATI EXAM 2025||

MCQ Quiz
  1. ડાંગમાં .....નજીક અંબિકા નદી પર આવેલો ગિરા ધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે ?
    ... ✅ સાચો જવાબ: વધઈ
  2. યુનેસ્કો (UNESCO) દ્વારા પર્યાવરણ જાળવણી માટે નીચેના પૈકી કયો પુરસ્કાર (એવોર્ડ) આપવામાં આવે છે ?
    ... ✅ સાચો જવાબ: સુલતાન કબુસ
  3. .....મુખ્યત્વે પશ્ચિમી ઘાટના પશ્ચિમી ઢોળાવો પર તેમજ ઉત્તર - પૂર્વ રાજ્યોમાં જોવા મળે છે ?
    ... ✅ સાચો જવાબ: ઉષ્ણકટિબંધીય નિત્ય લીલાં અને અર્ધ - લીલાં જંગલો
  4. એક શિંગી ભારતીય ગેંડા .....ના જંગલોમાં જોવા મળે છે ?
    ... ✅ સાચો જવાબ: આસામ
  5. નીચેના પૈકી કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત કરે છે ?
    ... ✅ સાચો જવાબ: ચીન
  6. નીચેના પૈકી કયું "એસિડ વરસાદ" નું મુખ્ય કારણ છે ?
    ... ✅ સાચો જવાબ: સલ્ફર ડાયોક્સાઈડ અને નાઇટ્રોજન ડાયોક્સાઈડ
  7. "રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ" ના વડા .....છે ?
    ... ✅ સાચો જવાબ: વડાપ્રધાન
  8. રિક્ટર સ્કેલ ભૂકંપને લગત .....દર્શાવે છે ?
    ... ✅ સાચો જવાબ: તીવ્રતા
  9. વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત "ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ" ની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારૂપે ......સ્થિત સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે ?
    ... ✅ સાચો જવાબ: નારાયણ સરોવર
  10. ગુજરાતમાં નીચેના પૈકી કઈ "રામસર સાઇટ" છે? 1 - થોળ વનજીવ અભ્યારણ 2 - વઢવાણ તળાવ 3 - ખીજડિયા પક્ષી અભ્યારણ ?
    ... ✅ સાચો જવાબ: દર્શાવેલ તમામ
September 14, 2025

| Revenue Talati Paper Solution 2025| Talati Exam Answer Key & Question Paper 2025 |

MCQ Quiz
  1. બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા ?
    ... ✅ સાચો જવાબ: ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
  2. બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
    ... ✅ સાચો જવાબ: બ્રિટન
  3. શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે ?
    ... ✅ સાચો જવાબ: મનુષ્ય-વેપાર અને વેઠનો પ્રતિબંધ
  4. બંધારણના અનુચ્છેદ 333 ની જોગવાઇઓ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને .....થી ઓછાં સભ્યો નહીં હોય ?
    ... ✅ સાચો જવાબ: 60
  5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે ?
    ... ✅ સાચો જવાબ: કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં.
  6. સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતોનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનારા ન્યાયાધીશોની સંખ્યા ઓછામાં ઓછી .....રહેશે ?
    ... ✅ સાચો જવાબ: 5
  7. ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ સાચું છે ?
    ... ✅ સાચો જવાબ: ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે.
  8. નીચેના પૈકી કઈ અર્ધ - ન્યાયિક સંસ્થા નથી ?
    ... ✅ સાચો જવાબ: સંઘ જાહેર સેવા આયોગ
  9. .....સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવો જોઈએ ?
    ... ✅ સાચો જવાબ: બળવંતરાય મહેતા સમિત
  10. .....ની વિશેષતા એ છે કે દર વર્ષે 22 માર્ચના દિવસે ઊગતા સૂર્યના પ્રથમ કિરણો તેના શિખર પરથી પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે ?
    ... ✅ સાચો જવાબ: શંખેશ્વર જૈન તીર્થ

Friday, September 12, 2025

September 12, 2025

|| GSET PAPER 1 MCQ QUESTIONS AND ANSWERS ||

MCQ Quiz
  1. ચિકિત્સક અને દર્દી વચ્ચેનો સંબંધ જેવોજ હોય છે જેમ કે ?
    ... ✅ સાચો જવાબ: શિક્ષક અને વિદ્યાર્થી
  2. નીચેનમાંથી કઈ વસ્તુ બાકીના ત્રણથી જુદી પડે છે ?
    ... ✅ સાચો જવાબ: ફળ
  3. ACFJ : OUBJ : : SUXB : ?
    ... ✅ સાચો જવાબ: GMTB
  4. BEAT : GIDV : : SOUP : ?
    ... ✅ સાચો જવાબ: XSXR
  5. સૌથી વધારે અસરકારક પધ્ધતિ જેના દ્વારા વર્ગના અવાજને નિયંત્રિત રાખી શકાય ?
    ... ✅ સાચો જવાબ: શાંત રહેવું અને વિદ્યાર્થીઓ તરફ જોવું.
  6. નીચેના આપેલા વિધાનોમાંથી શિક્ષકનાં કાર્યને વધારે વ્યાપક અર્થથી સમજાવી શકાતું વિધાન પસંદ કરો. ?
    ... ✅ સાચો જવાબ: જ્ઞાનનું પ્રસારણ, જ્ઞાનનો સંગ્રહ અને જ્ઞાનની ઉત્પત્તિ કરવી
  7. એક સારો શૈક્ષણિક સંશોધક જે ?
    ... ✅ સાચો જવાબ: મુક્ત અને મુળભુત વિચારક હોય છે.
  8. પરિણામકારક અધ્યાપક એટલે જે ?
    ... ✅ સાચો જવાબ: વિદ્યાર્થીઓને શિખવા માટે પ્રેરણા આપે
  9. સહજીવન ફાયદાકારક છે. (નીચેનામાંથી એક) ?
    ... ✅ સાચો જવાબ: યજમાન અને પરોપજીવી માટે
  10. 'એઈડઝ' રોગ થાય છે મુખ્યત: ?
    ... ✅ સાચો જવાબ: પ્રતિકારકતા ઉત્પન્ન કરતા રુધિરકોષોમાં ચેપ લાગવાથ