BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, September 20, 2019

મણિલાલ દેસાઈ ગુજરાતી કવિ

Jidiya Sanjay ,create a blog




ગુજરાતી કવિ મણિલાલ દેસાઈ



પુરુનામ : મણિલાલ ભગવાનજી દેસાઈ
જન્મ : ૧૯મી જુલાઈ ૧૯૩૯ (ગોરેગામ -વલસાડ )
અવસાન : ૪ મે ૧૯૬૬ (અમદાવાદ )
માતાનું નામ : ગજરાબેન
પિતાનું નામ : ભગવાનજી
અભ્યાસ : બી .એ. / એમ .એ . (ગુજરાતી)
વ્યવસાય : ઝૂનઝુનવાલા કોલેજ ,મુબઈમાં ગુજરાતીના અધ્યાપક તરીકે

મણિલાલ દેસાઈનું જીવનદર્શન અને સાહિત્યસર્જન :


ભરયુવાન વયે અકાળ મૃત્યુ પામનાર કવિ .
તેમનો રાનેરી’(૧૯૬૮) કાવ્યસંગ્રહ (મરણોત્તર ) જયંત પારેખે સંપાદિત કર્યો હતો.
મણિલાલ દેસાઈને સુરેશ દલાલે , “અંધકારના રંગ, લય અને ગતિના કવિ”તરીકે ઓળખાવ્યા છે.
રાનેરી કાવ્યસંગ્રહમાં ગીત ,સોનેટ ,અછાંદસ રચનાઓ ,ગઝલ ,લઘુકાવ્યો વગેરે કાવ્યસ્વરૂપોમાં મણિલાલની કવિતા પ્રગટ થઈ છે.
મણિલાલની રચનાઓ આધુનિકતાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે.
આ ઉપરાંત પ્રકૃતિના તત્વોને (તેમાં પણ ખાસ કરીને અંઘકારને)વિષય બનાવતી રચનાઓમાં સમકાલીન નવી કવિતાના લક્ષણો જણાઈ આવે છે.
તેમાં અભિવ્યક્તિની તાજપ ,નવ્ય પ્રતિકવિધાન ,પ્રયોગશીલતા અને પ્રાદેશિક બોલીના તત્વોનો વિનિયોગ જોવા મળે છે.
તેમના સાહિત્યસર્જનમાં “હળવી હવાને હિલોળે” , “ સમણું સાત દિવસનું આવ્યું” , “ રાતના ફૂલ” , “ રણઘર”જેવી મહત્વની રચનાઓ છે.
“ગાંધીજીના શિષ્યો” મણિલાલ દેસાઈની પ્રથમ રચના છે.
આ ઉપરાંત પલ,અંધારું ,રાત ,નગર , અમદાવાદ , તોય તમે ના આવ્યા , બોલ વાલમના , રાનેરી, જંગલો,રંગલયગતિ વગેરે મણિલાલની સત્વવંતી રચનાઓ છે.
“અંધારું” રાનેરી કાવ્યસંગ્રહનું ઉત્તમ કાવ્ય છે.
તેના વિષે સુરેશ દલાલ કહે છે , “અંધકારની વ્યાપકતાને સમેટી લઈને કવિએ એને રૂપ ,રંગ ,સુગંધ અને કુમાશ આપ્યા છે.”
સુરેશ જોશી પણ આ કાવ્યના સર્જનકર્મ વિષે કહે છે કે , “ રાત સાથેના અધ્યાસોને એવી રીતે મણિલાલ પ્રસ્તુત કરે છે કે એનું એક આગવું વાતાવરણ રાચતું આવે છે એમાં પણ ઇન્દ્રિયસંવેધ પ્રત્યક્ષોની સમૃધ્ધિ છે.


મણિલાલ દેસાઈની મહત્વની કાવ્યપંક્તિઓ :


“ સરકી જાયે પલ ....
કાળ તણું જાણે કે એતો વરસે ઝરમર જલ !”

“ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ...”

“આભને નહીં હોય રે આભની માયા”



મણિલાલ દેસાઈના કાવ્યોનો આસ્વાદ :



           "બોલ વાલમના"


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના .



ગામને પાદર ઘૂઘરા વાગે ,
ઊંઘમાંથી મારા સપના જાગે,
સપના રે લોલ વાલમના .
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના .

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ ,
ઝૂલતા ઝોકો  લાગશે મને ,
કુદતા કાંટો વાગશે મને ,
વાગશે રે બોલ વાલમના .
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના .

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ ,
વાડને વેલે વાલોળપાપડી વીણીશું લોલ .
વીંઝતા પવન અડશે મને ,
વીણતા ગવન નડશે મને ,
નડશે રે બોલ વાલમના .

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના .
-----------મણિલાલ દેસાઈ ----------


મણિલાલ દેસાઈનો  સંપૂર્ણ પરિચયનો વિડિઓ આપ નિહાળી શકો છો.........





No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !