BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, May 17, 2020

AKHO (MOST IMP QUESTIONS )||અખા ઉપર આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

Jidiya Sanjay ,create a blog


અખા ઉપર આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો 


  • અખાનો જન્મ કયાં થયો હતો?
  • જેતલપુર
  • ઉમાશંકર જોશીએ અખાને કયું ઉપનામ આપ્યું છે?
  • હસતો ફિલસૂફ
  • અખો ઈસવીસનની કઇ સદીમાં થઇ ગયો હોવાનું માનવામાં આવે છે?
  • ૧૭મી સદી
  • અખો અમદાવાદમાં કયા વિસ્તારમાં વસવાટ કરતો હતો?
  • ખાડીયા વિસ્તાર
  • અખાનું મૂળ નામ જણાવો?
  • અક્ષયદાસ
  • અખાએ રચેલી ગુજરાતી સાહિત્યની પ્રથમ રચનાનું નામ જણાવો?
  • પંચીકરણ
  • અખાની કઈ કૃતિને કેશવ હર્ષદ ધ્રુવે 'પ્રાકૃત ઉપનિષદ' તરીકે ઓળખાવી છે?
  • અનુભવબિંદુ
  • અખાએ 'બ્રહ્મલીલા' અને 'સંતપ્રિયા' કૃતિનુ સર્જન  કઈ ભાષામાં કર્યું છે?
  • હિન્દી ભાષામાં
  • ઉત્તમ છપ્પાકાર અખાએ ગુજરાતી સાહિત્યમાં કુલ કેટલા છપ્પા રચેલા હોવાનું મનાય છે?
  • ૭૪૬ છપ્પા
  • 'અખાજીના ઓરડા' તરીકે ઓળખાતું  અખાનું મકાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
  • અમદાવાદ
  • અખાના પ્રથમ ગુરુ કોણ હતા?
  • ગોકળનાથ
  •  અખાને જ્ઞાનપ્રાપ્તિ ક્યાં ગુરુ પાસેથી થઈ હોવાનું મનાય છે?
  • બ્રહ્માનંદ
  • અખાની ધર્મની માનેલી બહેનનું નામ શું હતું?
  • જમના
  • અખો ક્યાં મુઘલ બાદશાહનો સમકાલીન હતો?
  • જહાંગીર
  • અખાનો સમય જણાવો?
  • આશરે ઇસવી સન 1591 થી 1656
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'જ્ઞાનનો વડલો' તરીકે કોને ઓળખવામાં આવે છે?
  • અખાને 
  • 'અખો :એક અધ્યયન' પુસ્તકના લેખકનું નામ જણાવો?
  • ઉમાશંકર જેઠાલાલ જોશી
  • "કબીરનો નાનેરો ભાઈ" એવું સંબોધન અખા માટે કોણે કર્યું છે?
  • ઉમાશંકર જોશી
  • 'બ્રાહ્મી સાહિત્યકાર' એવું ઉપનામ અખાને કોણે આપ્યું છે?
  • કાકાસાહેબ કાલેલકર
  • જીવનના શરૂઆતના સમયે અખો શેનો વ્યવસાય કરતો હતો?
  • સોનીનો
  • 'કૈવલ્યગીતા' કૃતિના કર્તા કોણ છે?
  • અખાભગત
  • અખાની અંતિમ રચના તરીકે કઈ કૃતિને ગણવામાં આવે છે?
  • અનુભવબિંદુ
  • ગુજરાતી સાહિત્યમાં 'વેદાંતી કવિ' તરીકે કોણ ઓળખાય છે?
  • અખા ભગત
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ ઉપર આદિ શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંતની વ્યાપક અસર જોવા મળે છે ?
  • અખા ઉપર
  • "એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" પંક્તિના કવિ કોણ છે?
  • અખો
  • અખાને  છપ્પા રચવાની પ્રેરણા કઈ કૃતિમાંથી મળી હતી?  
  • પ્રબોધ બત્રીસી
  • "ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે  જીતે તે શૂર "પંક્તિના કર્તા કોણ છે?
  • અખા ભગત
  • 'પ્રબોધ બત્રીસી' કૃતિના કર્તાનું નામ જણાવો? 
  • માંડણ બંધારો
  • "દેહાભિમાન હતું પાશેર ,વિદ્યા મળતા વધ્યું શેર" પંક્તિના કર્તાનું નામ જણાવો?
  • અખા ભગત
  • 'ગુરુ-શિષ્ય સંવાદ' કૃતિના કર્તા કોણ છે?
  • અખો 
  • 'છપ્પા' સાહિત્યપ્રકારમાં કુલ કેટલી પંક્તિ હોય છે?
  • 6 પંક્તિઓ
  • છપ્પામાં રોળા છંદની કુલ કેટલી પંક્તિઓ હોય છે?
  • પ્રથમ ચાર પંક્તિઓ
  • છપ્પામાં અંતિમ બે પંક્તિઓ કયા છંદની હોય છે?
  • ઉલાળા છંદની
  • કબીર અને અખા માટે સેમિનલ પોએટ એવો શબ્દપ્રયોગ કોણે કર્યો છે ?
  • મહાદેવભાઈ દેસાઈ
  • છપ્પા કોના વખણાય છે?
  • અખાના
  • "બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે" એવું કયા કવિએ કહ્યું છે?
  • અખાએ
  • યુગવિભાગને આધારે અખો ક્યાં યુગમાં થઈ ગયેલો ઉત્તમ કવિ હતો?
  • મધ્યકાલીન યુગ


વધુ માહિતી માટે વિડીયો જુઓ :Click Here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !