BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, May 18, 2020

ગુજરાતી ભાષાના કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થો || Gujarati Rudhiprayogo||

Jidiya Sanjay ,create a blog


ગુજરાતી ભાષાના કેટલાક રૂઢિપ્રયોગો  અને તેના અર્થો

રૂઢિપ્રયોગોનો સચોટ અભ્યાસ વિડિયો દ્વારા :Click Here

  • અક્કલનું તાળું ઉઘડવું - બુદ્ધિ આવવી
  • મનમાં ગાંઠ વાળવી -નક્કી કરવું
  • બે પાંદડે થવું- સુખી-સંપન્ન થવું
  • ઉચાળા ભરવા -ઘરબાર ખાલી કરીને નીકળી જવું
  • વાણિયા વિદ્યા વાપરવી -ચતુરાઈ કરવી
  • રેવડી દાણેદાણા કરી નાખવી- વેરવિખેર કરી નાખવું
  • જીવ રેડી દેવો મન પરોવીને કાર્ય કરવું
  • રાજીના રેડ થઈ જવું ખૂબ પ્રસન્ન થઈ જવું
  • દૂધમાં સાકરની જેમ ભળી જવું સારી રીતે હળી મળી જવું
  • હળવાફૂલ થઈ જવું હળવાશનો અનુભવ થવો
  • ગળગળા થઈ જવું લાગણીથી હૈયુ ભરાઈ જવું
  • કારી ન ફાવવી યુક્તિ સફળ થવી નહીં
  • જાનની બાજી લગાવવી જાન કે જીવ જોખમમાં મૂકીને કામ કરવું
  • ઘસી નાખવું ખૂબ મહેનત કરવી
  • પચાવી પાડવું ઉચાપત કરવી
  • થાકીને ટેં થઇ જવું ખૂબ થાક લાગવો
  • ચરણે ધરી દેવું અર્પણ કરી દેવું
  • ગળે ઊતરવું સમજાઈ જવું
  • માત થવું હારી જવું કે હાર સ્વીકારવી
  • રસ પડવો -સ્વાદ લાગવો
  • નિ:શબ્દ બની જવું- શાંત બની જવું
  • આજીજી કરવી- આગ્રહભરી વિનંતી કરવી
  • આશ્ચર્યનો પાર ન રહેવો- ખૂબ આશ્ચર્ય થવું
  • જોતરાઈ જવું- કામે લાગી જવું
  • દિલ દઈને -ખૂબ ઉત્સાહ અને ધગશથી
  • કામમાં આત્મા રેડી દેવો -પૂરેપૂરી લગનથી કામ કરવું
  • પગરણ માંડવા- શરૂઆત કરવી
  • દિલ દ્રવી ઉઠવું -ખૂબ દુઃખ થવું
  • કામમાં એકરૂપ થવું -કામમાં તલ્લીન થવું
  • ખાંડાની ધારે ચાલવું -જોખમ વેઠવું
  • અમી વાદળી ઊઠવી -કૃપા થવી
  • ઓડનું ચોડ કરવું- સાવ ઊંધું કરવું
  • એકડિયા બગડિયાની જેમ- શિખાઉની જેમ
  • વાતોના વડા કરવા -નકામી લાંબી વાતો કરવી
  • રસ પડવો-મજા પડવી
  • આંખે ચક્કર આવવા -તમ્મર આવવાથી ન દેખાવું
  • જીવ તાળવે ચોંટવો- જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું
  • જીવ અડધો થઈ જવો -ચિંતાથી વિહવળ થઇ જવું
  • દિલનો ટુકડો હોવું -ખૂબ વહાલાં હોવું
  • જાત ઘસવી- બીજા માટે દુઃખ વેઠવાં
  • કાળના મુખમાં રહેવું -જોખમ ખેડવું
  • ઝંખવાણા પડી જવું -છોભીલા પડી જવું
  • સ્તબ્ધ થઈ જવું- આશ્ચર્યચકિત થઈ જવું
  • ઠાવકાઈથી કહેવું -ગંભીરતાથી કહેવું
  • મોતિયાં મરી જવાં -હિંમત હારી જવી
  • તરબતર કરી દેવા ભરપૂર કરી દેવું
  • બાવાના બેય બગડવાં  બંને બાજુ નુકસાન થવું
  • હૈયે તેવું હોઠે એકદમ સાફ મનના હોવું
  • દંગ રહી જવું આશ્ચર્ય થવું
  • એકરાગ થવું સંપ થવો
  • નાડ પારખવી વલણ ઓળખી જવું
  • બેય હાથે આરતી ઉતારવી મહેરબાની કરવી
  • સોનાના પારણામાં ઝૂલવું શ્રીમંતાઈમાં ઉછેર થવો
  • ફટકો પડવો ખોટ કે નુકસાન થવું
  • પાણીના રેલાની માફક વહી જવું ઝડપથી નાશ પામવું
  • ભરાઈ પડવું- ફસાઈ જવું
  • દિગ્મૂઢ બની જવું -આશ્ચર્યચકિત થવું
  • દરિયાવ દિલ હોવું -ઉદાર દિલવાળા હોવું
  • આંકડા માંડવા ગણતરી કરવી
  • જીભ કપાઈ જવી બોલાતું એકદમ બંધ થઈ જવું
  • સાત ખોટનો દીકરો ખૂબ લાડકો દીકરો
  • સૌ સારાં વાના થવા બધી રીતે સારું થવું
  • કાળવાણી ઉચ્ચારવી આપત્તિજનક ભવિષ્યવાણી કહેવી
  • પેટનો ખાડો પૂરવો ભૂખ સંતોષવી
  • આંચ ન આવવી થોડી પણ મુશ્કેલી ન પડવી
  • સૂર પૂરવો હા માં હા કે ના માં ના કેહેવી
  • હામ ન હોવી હિંમત ન હોવી
  • માઝા છાંડવી મર્યાદા ઓળંગવી
  • પેટ મોટું હોવું ઉદાર દિલના હોવું
  • રંગમાં ભંગ પડવો આનંદમાં વિક્ષેપ પડવો
  • ચીંથરાં ફાડવાં સાવ નકામાં પ્રયત્ન કરવા
  • હિલોળે ચડવું કિલ્લોલવું
  • તાલાવેલી લાગવી ખૂબ આતુરતા થવી
  • ઢીલા ઢસ થઈ જવું સાવ ઢીલા થઈ જવું
  • ગેડ બેસવી સમજણ પડવી
  • લાજ જવી આબરુ જવી
  • મનમાં સમસમી રહેવું ધૂંધવાઇ ઊઠવું
  • કોઠી સ્થાપવી પાયો નાખવો
  • ખુશીનો પાર ન રહેવો અત્યંત આનંદ થવો
  • ઢીલા ઢફ થઈ જવું હતાશ કે નિરાશ થઈ જવું
  • રુવાડા બેઠા કરી દેવા ખૂબ અસર થવી
  • ખાતર પડવું ચોરી થવી
  • જીવ સટોસટનો જંગ ખેલવો આમરણ લડાઈ કે યુદ્ધ લડવું
  • લક્ષ્મીની છોળો ઉછળવી પુષ્કળ પ્રમાણમાં ધન કે સંપત્તિ હોવી
  • ઝીણા જીવના હોવું સંકુચિત મનના હોય
  • વાત માંડીને કહેવી વિગતવાર વાત કહેવી
  • વાતમાં મર્મ હોવો વાતમાં કંઈક રહસ્ય હોવું
  • કણમાંથી મણ થવુ થોડામાંથી ઘણું થવું
  • જીવ પરોવવો એકચિત્ત થઈ જવું
  • આઘાત છવાઈ જવો દુઃખની તીવ્ર લાગણી થવી
  • વેતરણમાં પડવું જોઈતી ગોઠવણ કરવી
  • દુકાળમાં અધિક માસ ખરાબ સમયમાં વધારો થવો
  • વાત લમણામાં રહી જેવી -યાદ રહી જવું
  • વ્હાણાં વાઈ જવાં- સમય જતો રહેવો
  • ડાંડાઈ કરવી- આળસ કરવી
  • અંતર અજવાળવું- જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો
  • મંડી પડવું -શરૂ કરવું
  • ટાપસી પૂરવી ચાલતી વાતને ટેકો આપવો
  • પાટી મેલાવવું દોડવવું
  • પસીનામાં રેબઝેબ થઈ જવું પરસેવે લથપથ થઈ જવું
  • માજા મૂકવી મર્યાદા ત્યજી દેવી
  • ખાલી ઘોડા દોડાવવા સાવ નકામા વિચારો કરવા
  • જીભના ઝપાટા મારવા આ તરફ કે પેલી તરફ બોલવું
  • કાપલો કાઢી નાખવો બધું ખાઈ જવું
  • ઈનકાર કરવો અસ્વીકાર કરવો
  • ભાન આવી જવું સમજ આવી જવી
  • આજીજી કરવી વિનંતી કરવી
  • ઉગારી લેવું આફતમાંથી બચાવી લેવું
  • વાત કળાઈ જેવી વાત સમજાઈ જવી
  • રાડ ફાટી જવી ભયથી કે બીકથી ચીસ પડાઈ જવી
  • વદન કરમાઈ જેવું નિરાશ થઈ જવું
  • ઉમેદ બર ન આવવી આશા સફળ ન થવી
  • શાખ જમાવવી પ્રતિષ્ઠા ઊભી કરવી
  • એકના બે ન થવું પોતાની વાત પર મક્કમ રહેવું
  • ગળગળા થઈ જવું એકદમ ભાવુક થઈ જવું
  • સડક થઇ જવું આશ્ચર્યમૂઢથઈ જવું
  • ઢંઢેરો પીટવો -જાહેરાત કરવી
  • છાતીનાં પાટિયાં બેસી જવાં- હિંમત હારી જવી
  • વહેમનું ઓસડ ન હોવું -વહેમનો ઉપાય ન હોવો
  • લાલ પીળા થઇ જવું -ખૂબ ગુસ્સે થઇ જવું
  • ગામનું નાક હોવું -ગામની શોભા હોવી
  • ઊભી પૂંછડીયે નાસવું -ગભરાઈને ભાગવું
  • તડકી છાંયડી જોવી- સુખદુઃખ અનુભવવું
  • લહાવો લેવો- આનંદ કરવો
  • મૂછ મરડવી -બડાશ મારવી
  • હેલે ચઢવું- આનંદ કરવો
  • પોરો ખાવો -આરામ કરવો
  • માયા મૂકવી મમતા છોડી દેવી
  • માત કરવું હરાવવું
  • આંખ આડા કાન કરવા વાતને ધ્યાનમાં ન લેવી
  • મોંમાં આંગળાં નાખીને બોલાવવું પરાણે બોલાવવું
  • મન ભીંતોમાં ભમવું મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું
  • મોંમા મગ ભરવા મૂંગા રહેવું
  • દળદર ફિટવું ગરીબાઈ દૂર થઇ જવી
  • આંખમાં ચમક આવવી ઉત્સાહ થવો
  • ધૂન વળગવી રઢ લાગવી
  • જીવ લઈને નાસવું જીવ બચાવવા ઝડપથી દોડવું
  • ચૂં કે ચાં ન થવું કંઈ પણ બોલવું નહીં
  • એકના બે ના થવું પોતાની વાતમાં મક્કમતા રાખવી
  • હાંજા ગગડી જવા ભયથી થથરી જવું
  • ગજુ ન હોવું પોતાની શક્તિ બહારની વાત હોવી
  • જીવ પડીકે બંધાવો ભારે ચિંતા થવી
  • ભોંયમાં પેસી જવાનું મન થવું ખૂબ જ શરમાવું
  • બકરી બની જવું ડરી જવું
  • ઘેલું લાગવું લગની લાગવી
  • રાતાચોળ થઇ જવું ક્રોધે ભરાવું
  • બેડલો પાર થવો ધાર્યું કામ સફળ થવું
  • ઘરનો મોભ તૂટી પડવો ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું
  • આંખો ભીની થવી આંખમાં આંસુ આવવા
  • ખેરાત કરવી દાન આપવું
  • જીવમાં જીવ આવવો બીક દૂર થતાં સ્વસ્થ થઈ જવું
  • નિકંદન કાઢવું જડમૂળમાંથી સંપૂર્ણપણે નાશ કરવું

ઉપરોક્ત રૂઢિપ્રયોગોનો સચોટ અભ્યાસ વિડિયો દ્વારા :Click Here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !