||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-1 પ્રકરણ -1 ||
||Online Quiz Standard 7th Social Science Ch-1 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?
ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં. "
2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
બુંદેલખંડનું રાજ્ય પાછળથી જેજાકભુક્તિના નામે ઓળખાયું હતું.
3. માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
માળવાના પરમારવંશના શાસકોમાં કુમારપાળનો સમાવેશ થતો નથી.
4. આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ?
આઠમી સદીમાં બંગાળમાં પાલવંશનું વંશનું શાસન હતું.
5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
રાણીની વાવ સોલંકીવંશના વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી .
6. સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો ?
સાતમી સદીમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો હતો.
7. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?
સિદ્ધરાજ જયસિંહ સોલંકીવંશનો રાજા હતો.
8. દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?
દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના બપ્પદેવે કરી હતી.
9. નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી ?
રાજા ભોજે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી.
10. કોની સભાએ કશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી ?
બ્રાહ્મણોની સભાએ કશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !