||PSI :GUJARATI QUESTION PAPER SOLUTION ONLINE QUIZ PART-3 ||
PSI : ગુજરાતી પ્રશ્નપત્ર સોલ્યુશન ઓનલાઈન ક્વિઝ ભાગ-3 ||
||PSI : Online Quiz Gujarati Subject :Part -3 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. કાસાર શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
પર્યાયવાચી શબ્દ:કાસાર = તળાવ .
2. વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે - પંક્તિમાં કયો છંદ છે?
વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે - પંક્તિમાં શિખરિણી છંદ છે.
3. આર્જવ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
પર્યાયવાચી શબ્દ:આર્જવ = મૃદુ .
4. તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો - પંક્તિનો છંદ ઓળખાવો.
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો - પંક્તિનો છંદ મંદાક્રાંતા છે .
5. સાચી જોડણી જણાવો
સાચી જોડણી : શુચિસ્મિતે .
6. અપ્સરા તો અપ્સરા જ ને ! - આ વિધાનમાં કયો અલંકાર છે?
અપ્સરા તો અપ્સરા જ ને ! - આ વિધાનમાં અનન્વય અલંકાર છે .
7. સાચી જોડણી જણાવો.
સાચી જોડણી : પરિતોષ .
8. આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે?
આતુર થવું માટે તલપાપડ થઈ રહેવું રૂઢિપ્રયોગ યોગ્ય છે .
9. કૌમુદી શબ્દનો પર્યાયવાચી જણાવો.
કૌમુદી શબ્દનો પર્યાયવાચી શબ્દ ચાંદની છે .
10. નિશદિન શબ્દનો સમાસ જણાવો.
નિશદિન શબ્દનો સમાસ દ્વંદ્વ છે .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !