||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-10 ||
પ્રકરણ- 10. પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો
||Online Quiz Standard 7th Social Science Ch-10 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહિ ?
પર્યાવરણમાં ભાવાવરણનો સમાવેશ કરી શકાય નહિ .
2. વૃક્ષો ઓછાં થવાથી કયા વાયુનું પ્રમાણ વધી રહ્યું છે ?
વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું પ્રમાણ વધી રહ્યું છે .
3. કયું પ્રદૂષણ માનવનિર્મિત સમસ્યાઓમાં અગ્રસ્થાને છે ?
પાણીનું પ્રદૂષણ માનવનિર્મિત સમસ્યાઓમાં અગ્રસ્થાને છે .
4. નીચેનામાંથી કઈ બાબત જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી ?
હવામાં ઊડતા રજકણો જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી .
5. પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને શુ કહે છે ?
પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે .
6. પર્યાવરણ મુખ્યત્વે કેટલા ઘટકોનું બનેલું છે ?
પર્યાવરણ મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે .
7. પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે ?
પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે .
8. દિવસ દરમિયાન સમુદ્રમાં કેટલી વખત ભરતી અને ઓટ આવે છે ?
દિવસ દરમિયાન સમુદ્રમાં બે વખત ભરતી અને ઓટ આવે છે .
9. કયું બળતણ વાહનો માટે પ્રદૂષણ મુક્ત છે એવું કહી શકાય ?
CNG બળતણ વાહનો માટે પ્રદૂષણ મુકત છે એવું કહી શકાય .
10. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને શુ કહે છે ?
સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ભરતી કહે છે .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !