||Online Quiz Social Science Standard 7th Chapter -2 ||
||ઓનલાઈન ક્વિઝ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ||
||પ્રકરણ 2 દિલ્લી સલ્તનત ઓનલાઈન ક્વિઝ-2 ||
1. દિલ્લી સલ્તનતના ચેહલગાન (ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?
દિલ્લી સલ્તનતના ચેહલગાન (ચારગાન)ની સ્થાપના ઇલ્તુત્મિશે કરી હતી. "
2. દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં ?
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતાં.
3. દિલ્લીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે ?
દિલ્લીના શાસક મુહમ્મદ તુગલકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે.
4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહરરાય અને બુકકારાયે કરી હતી.
5. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ ?
13મી સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ .
6. ગુલામ કુતુબુદ્દીન કયા વંશનો હતો ?
ગુલામ કુતુબુદ્દીન મામ્લૂક વંશનો હતો.
7. ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ ?
ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર ખલજીવંશના શાસનની શરૂઆત થઈ.
8. અલાઉદ્દીન ખલજીના સમયમા ક્યા પ્રસિદ્ધ કવિ થઈ ગયા ?
અલાઉદ્દીન ખલજીના સમયમા અમીર ખુશરો નામના પ્રસિદ્ધ કવિ થઈ ગયા.
9. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી ?
વિજયનગરની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી .
10. સલ્તનતકાળમાં સુલ્તાનનો પ્રધાનમંત્રી ક્યા નામથી ઓળખતો હતો ?
સલ્તનતકાળમાં સુલ્તાનનો પ્રધાનમંત્રી વજીરના નામથી ઓળખતો હતો .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !