BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, March 18, 2020

GANDHIYUG MCQ PART:10

Jidiya Sanjay ,create a blog
(subscribe our you tube channel :Click Here)

GANDHIYUG MCQ PART:10


પ્રશ્ન :401:ગાંધીયુગના ક્યા કવિને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાયું છે?
1.ઉમાશંકર જોશી
2.રા.વિ. પાઠક  
3.ઝવેરચંદ મેઘાણી
4.સુન્દરમ
પ્રશ્ન: 402 : 'યુગવંદનાકયા કવિનો કાવ્યસંગ્રહ છે ?
1.ઝવેરચંદ મેઘાણી
2.સુન્દરમ
3.ઇન્દુલાલ ગાંધી
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન: 403 :કયા કાવ્યમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જતા ગાંધીજીની મનોવેદના નિરૂપાઈ છે ?
1.બળતાં પાણી
2.છેલ્લો કટોરો
3.ગુજરાતનો તપસ્વી
4.બુદ્ધનાં ચક્ષુ
પ્રશ્ન :404 :જનતાને દેશભક્તિનો પાનો ચડાવતાં ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહને અંગ્રેજ સરકારે જપ્ત કર્યો હતો ?
1.યુગવંદના
2.એકતારો
3.વેણીના ફૂલ
4.સિંધુડો
પ્રશ્ન :405: ''ઘટમાં ઘોડા થનગને ,આતમ વીંઝે પાંખ..." કાવ્યપંક્તિ મેઘાણીના કયા કાવ્યની છે?
1.તરુણોનું મનોરાજ્ય
2.તલવારનો વારસદાર
3.કોઈનો લાડકવાયો
4.સૂના સમદરની પાળે
પ્રશ્ન :406: "ત્યારે હાય રે હાય તને પૃથ્વી ને પાણી તણા  કવિ !  શેણે ગીત ગમે !..." આ કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.ઉમાશંકર જોશી
2.રા.વિ. પાઠક   
3.ઝવેરચંદ મેઘાણી
4.સુન્દરમ
પ્રશ્ન: 407 : "યારો ! ફનાના પંથ પર આગે કદમ !" કાવ્યપંક્તિ કયા કવિની છે?
 1.ઇન્દુલાલ ગાંધી
2.ઉમાશંકર જોશી
3.સુન્દરમ
4.ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન :408 : "હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.મનસુખલાલ ઝવેરી
2.ઝવેરચંદ મેઘાણી
3.સુંદરમ
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન :409 :કયા કવિની કાવ્યયાત્રાને "વસુધાથી સુધા" સુધીની યાત્રા તરીકે ઓળખવામાં આવી છે?
1.સુન્દરમ
2.ઝવેરચંદ મેઘાણી
3.ઉમાશંકર જોશી
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :410 :કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો?
1.કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો
2.કાવ્યમંગલા
3.વસુધા
4.યાત્રા
પ્રશ્ન: 411 :નીચેનામાંથી કયા કવિની કવિતા ઉપર શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે?
1. ઉમાશંકર જોશી
2. રા.વિ. પાઠક
3.ઝવેરચંદ મેઘાણી
4.સુંદરમ
પ્રશ્ન :412 :"હું માનવી માનવ થાવ તો ઘણું" કાવ્ય પંક્તિ કયા કવિની છે ?
1.ઉમાશંકર જોશી
2.સુંદરમ
3.રા.વિ. પાઠક  
4.પૂજાલાલ
પ્રશ્ન: 413 : "ઘણુંક ઘણું ભાંગવુંતું ઘણ ઉઠાવ મારી ભુજા" કાવ્યપંક્તિ કયા કવિની છે ?
1.સુંદરમ
2.સ્નેહરશ્મિ
3.ઝવેરચંદ મેઘાણી
4. ઉમાશંકર જોશી
પ્રશ્ન :414: કવિ ઉમાશંકર જોશીના પ્રથમ કાવ્યગ્રંથનું નામ જણાવો?
1.નિશીથ
2.વિશ્વશાંતિ
3.ગંગોત્રી
4.અભિજ્ઞા
પ્રશ્ન: 415 : "કવિને શબ્દો શોધતા આવે" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.વેણીભાઈ પુરોહિત
2.સુંદરમ્
3.ઉમાશંકર જોશી
4.રા.વિ. પાઠક
પ્રશ્ન: 416 : "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી" કાવ્યપંક્તિના કવિનું નામ જણાવો ?
1.પૂજાલાલ
2.કરસનદાસ માણેક
3.સુંદરમ
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન :417 : "ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1. સુંદરમ
2.ઇન્દુલાલ ગાંધી
3.ઉમાશંકર જોશી
4.મનસુખલાલ ઝવેરી
પ્રશ્ન :418: કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યમાં વિવેચકોએ આધુનિકતાનો પ્રથમ અણસાર જોયો છે?
1.આત્માનાં ખંડેર
2.પંખીલોક
3.બળતાં પાણી
4.છિન્નભિન્ન છું
પ્રશ્ન :419: 'પોસ્ટઓફિસવાર્તામાં અલી ડોસાની પુત્રીનું નામ શું છે?
1.શબૂ
2.મરિયમ
3.ખેમી
4.લક્ષ્મી
પ્રશ્ન :420 : 'જન્મભૂમિનો ત્યાગવાર્તાના મુખ્ય પાત્રનો વ્યવસાય કયો છે?
1.ખેતી
2.પશુપાલન
3.પખાલી
4.મોચીકામ
પ્રશ્ન: 421: ધૂમકેતુની કઈ વાર્તામાં શહેરી વાતાવરણની તુલનાએ ગ્રામપ્રદેશ તરફનો પક્ષપાત સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ?
1.એક ટૂંકી મુસાફરી
2.આત્માનાં આંસુ
3.રજપૂતાણી
4.ગોવિંદનું ખેતર
પ્રશ્ન :422 :દ્વિરેફની વાર્તા 'મુકુન્દરાયમાં મુકુંદના પિતાનું નામ શું છે?
1.રઘુનાથ મહારાજ
2.રઘનાથ ભટ્ટ
3.રઘનાથ જોશી
4. કસળચંદ શેઠ
પ્રશ્ન :423: 'સરકારી નોકરીની સફળતાનો ભેદવાર્તામાં રા.વિ.પાઠકે સમાજની કઈ કુરૂઢિ પર અવળવાણીમાં તીખો પ્રહાર કર્યો છે?
1.દહેજ
2.બાળવિવાહ
3.સતીના રૂઢ આદર્શો
4.બહુપત્નીત્વ
પ્રશ્ન :424: નીચેનામાંથી કઈ વાર્તામાં દ્વિરેફે જાતીય સમસ્યાનું નિરૂપણ કર્યું છે?
1.કોદર
2.મુકુન્દરાય
3.ખેમી
4.સૌભાગ્યવતી
પ્રશ્ન: 425: દ્વિરેફની વાર્તામાં ઉલ્લેખેલ 'મહેફિલે ફેસાને ગુયાનનામના વાર્તારસિક મંડળના દરેક સભ્ય પાસે કઈ લાયકાત અપેક્ષિત હતી?
1.દરેક સભ્ય ભણેલો હોય
2.દરેક સભ્ય કવિ હોય
3.દરેક સભ્યે વાર્તા કહેવી જ પડે
4.વાર્તા દરમિયાન મૌન જાળવે
પ્રશ્ન: 426 :ઉમાશંકર જોશીની 'પગલીનો પાડનારવાર્તાના અંતે શાંતારામનું શું થયું?
1.પૌત્રનું મુખ જોઈને મૃત્યુ
2.એનાં મૃત્યુ પછી પૌત્રનો જન્મ
3.પૌત્રજન્મ સમયે જ મૃત્યુ
4.એનું અને પૌત્ર બંનેનું મૃત્યુ
પ્રશ્ન :427 : 'મારી ચંપાનો વરવાર્તામાં ચંપાની માતાનું નામ શું છે?
1.લક્ષ્મી
2.ખેમી
3.મંગુ
4.શબૂ
પ્રશ્ન: 428 :સુન્દરમની કઈ વાર્તામાં રોગિષ્ટકામુક ,વૃદ્ધ પતિને પરણેલી યુવતીની "મધુરજનીનો" પ્રસંગ કેન્દ્રમાં છે?
1.નાગરિકા
2.નારસિંહ
3.ખોલકી
4.મીનપિયાસી
પ્રશ્ન :429: સુન્દરમની 'માજા વેલાનું મૃત્યુવાર્તામાં માજા વેલા માટે વનો કઈ વાનગી ઉઠાવી લાવે છે?
1.સુતરફેણી
2.જલેબી
3.આઈસ્ક્રીમ
4.બરફી
પ્રશ્ન :430 : 'માને ખોળેવાર્તામાં કઈ બાબત શબૂના મૃત્યુનું કારણ બને છે?
1.શબૂની આળસ
2.શબૂનુ સગર્ભા હોવુ
3.શબૂનો વતનપ્રેમ
4.શબૂનો ગુસ્સો
પ્રશ્ન :431 :ચુનીલાલ મડિયાની કઈ વાર્તામાં પ્રાણીને કેન્દ્રમાં રાખીને જાતીય વૃત્તિનું વસ્તુ રજૂ થયું છે ?
1.કમાઉ દીકરો
2.વાની મારી કોયલ
3. અંત:સ્રોતા
4.અસલ એનેમલની કીટલી
પ્રશ્ન: 432 :કનૈયાલાલ માણેકલાલ મુનશીના નવલિકાસંગ્રહનું નામ જણાવો?
1.ઘુઘવતા પૂર
2.મારી કમલા અને બીજી વાતો
3.ખરા બપોર
4.અવશેષ
પ્રશ્ન :433: "લગને લગને કુંવારા લાલ !" વાર્તાના લેખકનું નામ જણાવો?
1.ધનસુખલાલ મહેતા
2.રણજિતરામ મહેતા
3.કનૈયાલાલ મુનશી
4.લીલાવતી મુનશી
પ્રશ્ન: 434: 'તણખા મંડળ'- ભાગ-૧ નું પ્રકાશન વર્ષ જણાવો?
1.ઈ.સ.1935
2.ઈ.સ.1926
3.ઈ.સ.1932
4.ઈ.સ.1928
પ્રશ્ન :435: 'અવશેષવાર્તાસંગ્રહના લેખકનું નામ આપો?
1.ધૂમકેતુ
2.સુન્દરમ
3.રા.વિ.પાઠક
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 436 :નીચેનામાંથી કયો વાર્તાસંગ્રહ ધૂમકેતુનો નથી?
1.તણખામંડળ- ૪
2.છેલ્લો ઝબકારો
3.ત્રિભેટો
4.છેલ્લો ફાલ
પ્રશ્ન: 437: ક્યાં વાર્તાકાર પાસેથી મનોવૈજ્ઞાનિક અને બુદ્ધિપ્રદાન અભિગમ ધરાવતી વાર્તાઓ મળી છે ?
1.ધૂમકેતુ
2.ઈશ્વર પેટલીકર
3.સ્નેહરશ્મિ
4.દ્વિરેફ
પ્રશ્ન: 438 :નીચેના પૈકી કયો નવલિકાસંગ્રહ સ્નેહરશ્મિનો નથી ?
1.તૂટેલા તાર
2.ગાતા આસોપાલવ
3.વાત્રકને કાંઠે
4.સ્વર્ગ અને પૃથ્વી
પ્રશ્ન :439 :ગાંધીયુગના  કયા સર્જક ભાવનાશીલ વાર્તાકાર તરીકે જાણીતા છે?
1.રા.વિ. પાઠક  
2.પન્નાલાલ પટેલ
3.ઝવેરચંદ મેઘાણી
4.ધૂમકેતુ
પ્રશ્ન: 440 :ઉમાશંકર જોશીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ત્રણ અડધું બે
2.અંતરાય
3.વિસામો
4.શ્રાવણી મેળો
પ્રશ્ન: 441: સુન્દરમના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ઉન્નયન
2.હીરાકણી અને બીજી વાતો
3.ખોલકી અને નાગરિકા
4.પિયાસી
પ્રશ્ન: 442: 'વાત્રકને કાંઠેવાર્તા ક્યાં વાર્તાકારની છે ?
1.ચુનીલાલ મડીયા
2.પન્નાલાલ પટેલ
3.ઈશ્વર પેટલીકર
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 443 :નીચેના પૈકી ચુનીલાલ મડિયાનો વાર્તાસંગ્રહ કર્યો છે ?
1.પારસમણી
2.સાચા શમણાં
3.ઘુઘવતા પૂર
4.વગડાના ફુલ
પ્રશ્ન: 444 : 'શરણાઈના સૂરવાર્તાના સર્જકનું નામ જણાવો?
1.ઈશ્વર પેટલીકર
2.પન્નાલાલ પટેલ
3.ચુનીલાલ મડિયા
4.સુન્દરમ
પ્રશ્ન: 445 : 'લોહીની સગાઈવાર્તાસંગ્રહ કોણે આપ્યો છે ?
1.પન્નાલાલ પટેલ
2.ઈશ્વર પેટલીકર
3.ઉમાશંકર જોશી
4.સુંદરમ
પ્રશ્ન: 446: ગુલાબદાસ બ્રોકરના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ઊભી વાટે
2.સૂર્યા
3.લતા અને બીજી વાતો
4.માણસના મન
પ્રશ્ન :447 :એલેક્ઝાન્ડર ડૂમાનો પ્રભાવ ઝીલી ગુજરાતી ભાષામાં નવલકથાઓ લખનાર સાહિત્યકારનું નામ જણાવો?
1.પન્નાલાલ પટેલ
2.ચુનીલાલ મડિયા
3.કનૈયાલાલ મુનશી
4.ધૂમકેતુ
પ્રશ્ન :448 :મૃણાલ- મુજની પ્રણયકથા કનૈયાલાલ મુનશીની કઇ ઐતિહાસિક નવલકથામાં નિરૂપાઈ છે?
1.પાટણની પ્રભુતા
2.જય સોમનાથ
3.ગુજરાતનો નાથ
4.પૃથ્વીવલ્લભ
પ્રશ્ન: 449 :કનૈયાલાલ મુનશીની કઇ નવલકથા સામાજિક કથાવસ્તુ પર આધારિત છે?
1.ભગવાન કૌટિલ્ય
2.લોપામુદ્રા: ખંડ-1
3.વેરની વસુલાત
4.ભગ્ન પાદુકા
પ્રશ્ન :450: કનૈયાલાલ મુનશીની પૌરાણિક નવલકથા 'કૃષ્ણાવતાર'ના કુલ કેટલા ભાગ છે?
1.
2.સાત
3.આઠ
4.બાર

શું આપ ઉપરોક્ત પ્રશ્નોના જવાબ જાણો છો?Click Here 
No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !