BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 17, 2020

GUJARATI COMPETITIVE ANY EXAM PART:4

Jidiya Sanjay ,create a blog

GUJARATI COMPETITIVE ANY EXAM PART:4

પ્રશ્ન-151: સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ જણાવો?
જવાબ : ધૂમકેતુ
પ્રશ્ન-152: માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો?
જવાબ : પન્નાલાલ પટેલ
પ્રશ્ન-153 :ઈ.સ.1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
જવાબ: ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન-154: કવિશ્રી “સુન્દરમ” નું નામ જણાવો ?
જવાબ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
પ્રશ્ન-155: કાકાસાહેબ કાલેલકરને ક્યું બિરુદ આપવામાં આવ્યું હતું ?
જવાબ:સવાઈ ગુજરાતી
પ્રશ્ન-156: રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક “માણસાઈના દીવા” કોની કલમ દ્વારા લખાયેલ છે?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન-157 “તિલક કરતા ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયાં” આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે?
જવાબ :અખો
પ્રશ્ન- 158 :કવિ આખાનો વ્યવસાય શું હતો?
જવાબ: સોની
પ્રશ્ન-159 :”ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” આ ક્યાં કવિની પંક્તિઓ છે?
જવાબ: ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન-160: અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?
જવાબ: ઘાયલ
પ્રશ્ન -161 : “ઓખાહરણ”ના સર્જકનું નામ શું છે?
જવાબ: પ્રેમાનંદ
પ્રશ્ન- 162: “ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?
જવાબ: પ્રેમાનંદ
પ્રશ્ન- 163 : “જળ કમળ છોડી જાને બાળા...” આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલું છે ?
જવાબ :કૃષ્ણને
પ્રશ્ન- 164 :પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?
જવાબ: આત્મકથા
પ્રશ્ન- 165 : “સાત પગલાં આકાશમાં” આ નવલકથાના લેખિકાનું નામ જણાવો ?
જવાબ: કુન્દનિકા કાપડિયા
પ્રશ્ન- 166 : “જય સોમનાથ” નવલકથા કોણે લખી છે ?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન- 167: ભવાઇના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?
જવાબ :સલ્તનત યુગ
પ્રશ્ન- 168: ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ...” ની રચના કોણે કરી છે ?
જવાબ: નરસિંહ મહેતા
પ્રશ્ન- 169: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
જવાબ :ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
પ્રશ્ન -170 :ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ :ભાલણ 
પ્રશ્ન-171: ક્યાં સાહિત્યકારનું જન્મ સ્થળ પાલનપુર છે ?
જવાબ :ચંદ્રકાંત બક્ષી
પ્રશ્ન:172: 'વિશ્વગીતા' કયા સાહીત્યકારનો ગ્રંથ છે?
જવાબ : નાહ્નાલાલ
પ્રશ્ન -173 : “દર્શક” કોનું ઉપનામ છે ?
જવાબ: મનુભાઇ રાજારામ પંચોળી
પ્રશ્ન- 174 : “હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે” આ કોની પંક્તિ છે ?
જવાબ :કલાપી
પ્રશ્ન- 175 : દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?
જવાબ: ગરબી
પ્રશ્ન- 176 : “માનવ અર્થશાસ્ત્ર”ના લેખક કોણ છે ?
જવાબ: નરહરિ પરીખ
પ્રશ્ન- 177:ક્યા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે ?
જવાબ: ઈંદુલાલ યાજ્ઞિક
પ્રશ્ન- 178: ‘સ્મરણયાત્રા એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?
જવાબ :કાકાસાહેબ કાલેલકર
પ્રશ્ન- 179 : ‘કરણઘેલો ના રચયિતા કોણ છે ?
જવાબ: નંદશંકર મહેતા
પ્રશ્ન -180 : ‘લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે ?
જવાબ :ચુનીલાલ મડિયા
પ્રશ્ન -181: “ સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે” આ પંક્તિ કયા કવિની છે ?
જવાબ :કલાપી
પ્રશ્ન -182: ‘સૉનેટ’ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે?
જવાબ :ચૌદ(14)
પ્રશ્ન -183: બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?
જવાબ :બેફામ
પ્રશ્ન- 184 :મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
જવાબ: પ્રેમાનંદ
પ્રશ્ન -185: રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું છે ?
જવાબ:શેષ,દ્વિરેફ,સ્વેરવિહારી
પ્રશ્ન -186: ‘ જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે ?
જવાબ :નરેન્દ્ર મોદી
પ્રશ્ન -187 :ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?
જવાબ :સમાજદર્પણ
પ્રશ્ન -188 : ‘માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે?
જવાબ: પન્નાલાલ પટેલ
પ્રશ્ન -189 : “સમર્થ હાસ્યકાર” તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
જવાબ: રમણભાઈ નીલકંઠ
પ્રશ્ન- 190: “કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે?
જવાબ :યુગવંદના
પ્રશ્ન -191: “ કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા” પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?
જવાબ: મકરંદ દવે
પ્રશ્ન- 192: સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
જવાબ :અનુષ્ટુપ
પ્રશ્ન- 193 : ‘આપણો ઘડીક સંગ કૃતિ ક્યા સાહિત્યકારની છે?
જવાબ :દિગીશ મહેતા
પ્રશ્ન -194: ‘ ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?
જવાબ: કવિ ન્હાનાલાલ
પ્રશ્ન-195: સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
જવાબ :નરસિંહરાવ દિવેટીયા
પ્રશ્ન-196: મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન-197 : શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ?
જવાબ :રસિકલાલ પરીખ
પ્રશ્ન-198 :ક્યાં સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?
જવાબ :રણજિતરામ મહેતા
પ્રશ્ન-199 : ‘સાપના ભારા કૃતિ કયા કવિની છે ?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન-200: ‘ અમદાવાદ એટલે અમદાવાદ ક્યાં સાહિત્યકારની કૃતિ છે ?
જવાબ :વિનોદ ભટ્ટ
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !